બુર્જ ખલીફા પર જોવા મળી મહાત્મા ગાંધીની ઝલક, Video થઈ રહ્યો છે વાયરલ

બુર્જ ખલીફા પર બાપૂની તસવીર જોવા મળી તો તેને જોવા માટે લોકોની ભીડ એકત્ર થવા લાગી. તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

મહાત્મા ગાંધીની 152મી જયંતી પર Burj Khalifa પર જોવા મળી બાપૂની તસવીર, જોવા ઉમટી ભીડ

  • Share this:
    દુબઈ. મહાત્મા ગાંધીની 152મી જયંતી (Mahatma Gandhi Jayanti) સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવી. આ પ્રસંગે દુબઈના (Dubai) બુર્જ ખલીફા (Burj Khalifa) ઉપર પણ રાષ્ટ્રપિતાની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી. વિશ્વભરમાં શાંતિ અને અહિંસાના પ્રતીક મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે બુર્જ ખલીફા પર તેમની તસવીરો અને સંદેશ પ્રદર્શિત કરવામાં આવ્યા. શનિવારે લગભગ 11 વાગ્યે મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) તસવીરોને તેમના સંદેશાઓની સાથે બુર્જ ખલીફા પર દર્શાવવામાં આવ્યા. જ્યારે બુર્જ ખલીફા પર બાપૂની તસવીર જોવા મળી તો તેને જોવા માટે લોકોની ભીડ એકત્ર થવા લાગી. તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

    જાણો વીડિયોમાં શું છે?

    વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લાઇટના માધ્યમથી મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) અલગ-અલગ તસવીરો દર્શાવવામાં આવી રહી છે. એક તસવીરમાં તેઓ ચરખો કાંતતા જોવા મળી રહ્યા છે. એક અન્ય તસવીરમાં તેઓ હાથમાં છડી લઈને જોવા મળી રહ્યા છે. આ વીડિયો દુબઈમાં ભારતીય દૂતાવાસના સોશિયલ મીડિયા (Social Media) પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસે તેના માટે એમ્માર પ્રોપર્ટીઝનો આભાર પણ માન્યો છે.



    આ પણ વાંચો, ગાંધી જયંતિ સ્પેશિયલ : ગાંધીજીના જીવનમાં ચોરી કરવી, માંસ ખાવુ, વેશ્યાની મુલાકાત કરવી આ તમામ ઘટના રાજકોટમાં બની હતી

    ગાંધીનો શાંતિનો સંદેશ યાદ રાખી કોવિડને હરાવવા પર ધ્યાન દો- ગુટેરસ

    યુનાઇટેડ નેશન્સના મહાસચિવ એન્ટીનિયો ગુટેરસે (António Guterres) આંતરરાષ્ટ્રીય સમુદાયથી મહાત્મા ગાંધીના શાંતિના સંદેશોને (Gandhiji’s Message of Peace) યાદ રાખવાની અપીલ કરી છે. સાથોસાથ કહ્યું છે કે, દુનિયાભરમાં લડાકુઓએ પોતાના હથિયાર હેઠા મૂકી દેવા જોઈએ અને એક બીજાને હરાવવાને બદલે માનવતાના દુશ્મન કોવિડ-19 મહામારીને (Covid-19 Pandemic) હરાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

    આ પણ વાંચો, Gandhi Jayanti 2021: 8 ઓસ્કર એવોર્ડ જીતી ચૂકી છે મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી આ ફિલ્મ

    ગુટેરસે 2 ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ પર પોતાના સંદેશમાં કહ્યું કે, આ સંયોગ નથી કે આપણે મહાત્મા ગાંધીના જન્મદિવસ પર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ (International Day of Nonviolence) ઉજવીએ છીએ. તેમણે કહ્યું કે, અહિંસા, શાંતિપૂર્ણ પ્રદર્શન, ગરિમા અને સમાનતા, આજના સંકટના સમયમાં પણ સમસ્યાઓથી મુક્તી મેળવવાનો માર્ગ દર્શાવે છે. આ વર્ષે વિશ્વ અહિંસા દિવસના પ્રસંગે આવો આપણે ગાંધીના શાંતિના સંદેશને યાદ રાખીએ અને તમામ માટે એક સારા અને વધુ શાંતિપૂર્ણ ભવિષ્યના નિર્માણનું કામ કરીએ.
    Published by:Mrunal Bhojak
    First published: