Home /News /national-international /Air India plane crash: 55 વર્ષ જૂના કાટમાળમાંથી મળ્યા ‘ભારતીય રત્નો’, શોધક પર્વતારોહીને મળશે અડધો ભાગ
Air India plane crash: 55 વર્ષ જૂના કાટમાળમાંથી મળ્યા ‘ભારતીય રત્નો’, શોધક પર્વતારોહીને મળશે અડધો ભાગ
ભારતના આ રત્નોને 19 ડિસેમ્બરે ફ્રેન્ચ રિસોર્ટ વિસ્તાર શેમોનિક્સની મ્યુનિસિપાલિટીમાં પ્રદર્શિત કરવામાં આવશે. (ફેસબુક)
Wreckage of Crashed Boeing 707: એર ઈન્ડિયા (Air India Plane Crash)ની ફ્લાઈટ 101ના કાટમાળમાંથી લગભગ 1.28 કરોડ રૂપિયાની કિંમતના પન્ના, નીલમ અને માણેક સાથેનું મેટલ બોક્સ મળી આવ્યું હતું.
નવી દિલ્હી. આજથી લગભગ 55 વર્ષ પહેલા 24 જાન્યુઆરી 1966ના એક વિમાન દુર્ઘટના (Air India Plane Crash) થઈ હતી. એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં સવાર તમામ 177 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં ભારતના પરમાણુ કાર્યક્રમના જનક અને પ્રખ્યાત વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાનું પણ અવસાન થયું હતું. આ દુર્ઘટના મોન્ટ બ્લેન્કના આલ્પ્સ પર્વતો (Alps Mountain)માં બની હતી. લગભગ 50 વર્ષ પછી એટલે કે 2013માં તેના કાટમાળના ભાગમાંથી એક ફ્રેન્ચ પર્વતારોહકને રત્નો અને આભૂષણો ભરેલું બોક્સ મળ્યું. તેના પર મેઇડ ઇન ઇન્ડિયા લખેલું હતું. તેમને આ બોક્સ ગ્લેશિયર પર ચડતી વખતે મળ્યું હતું. હવે તેને એક પ્રદર્શનીમાં રાખવામાં આવશે.
આગામી રવિવાર એટલે કે 19 ડિસેમ્બરના ફ્રાન્સીસી રિસોર્ટ ક્ષેત્ર, શેમોનિક્સની નગર પાલિકામાં ભારતના આ રત્નોને પ્રદર્શિત કરવામાં આવશે. શેમોનિક્સ શહેરના અધિકારીઓએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે નગર પાલિકાના રત્નોનો ભાગ શેમોનિક્સ ક્રિસ્ટલ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. શેમોનિક્સના મેયર એરિક ફોર્નિયરે પ્રામાણિકતા દેખાડવા માટે પર્વતારોહકની પ્રશંસા કરી હતી.
શું છે આ બોક્સમાં?
એર ઈન્ડિયાની ફ્લાઈટ 101ના કાટમાળમાંથી લગભગ 1.28 કરોડ રૂપિયાની કિંમતના પન્ના, નીલમ અને માણેક સાથેનું મેટલ બોક્સ મળી આવ્યું હતું. બોક્સ પર એર ઈન્ડિયાનો લોગો હતો. બોક્સની શોધ કર્યા બાદ અધિકારીઓએ તેના માલિકોને શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ સફળતા ન મળતા તેની શોધ કરનાર પર્વતારોહક અને શેમોનિક્સની નગરપાલિકા વચ્ચે વહેંચવાનું નક્કી કર્યું. Mairie de Chamonix-Mont-Blanc ફેસબુક પેજ પર આ અંગે માહિતી આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘1966માં, મોન્ટ-બ્લેન્કના મેસિફમાં એર ઈન્ડિયાના વિમાન કંચનજંગાના ક્રેશમાં 117 લોકોના મોત થયા હતા. 2013માં, બોસન્સ ગ્લેશિયર પર નીલમ અને માણેક મળી આવ્યા હતા. તેના વારસદારોની શોધ નિષ્ફળ રહ્યા બાદ આ અઠવાડિયે શેમોનિક્સની મ્યુનિસિપાલિટી અને શોધક વચ્ચે પત્થરો વહેંચવામાં આવ્યા હતા.’
ફેસબુક પોસ્ટ અનુસાર, બે રત્ન વિજ્ઞાન નિષ્ણાતોએ રત્નોને બે સમાન ભાગોમાં વહેંચ્યા છે. તેનો અડધો હિસ્સો પર્વતારોહીને આપવામાં આવ્યો હતો. પર્વતારોહીએ કહ્યું છે કે તે કેટલાક રત્નો વેચીને તેના એપાર્ટમેન્ટનું નવીનીકરણ કરશે. તેણે એમ પણ કહ્યું કે તેને ઈમાનદાર હોવાનો અને બોક્સ રાખવાને બદલે તેને પોલીસને સોંપવાનો કોઈ અફસોસ નથી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર