બુરાડી ડેથ મિસ્ટ્રી: મોતથી ચાર દિવસ પહેલા ડાયરીમાં લખ્યું હતુ, '30 જૂને ભગવાનને મળવાનું છે'

News18 Gujarati
Updated: July 2, 2018, 6:13 PM IST
બુરાડી ડેથ મિસ્ટ્રી: મોતથી ચાર દિવસ પહેલા ડાયરીમાં લખ્યું હતુ, '30 જૂને ભગવાનને મળવાનું છે'

  • Share this:
દિલ્હી બુરાડીમાં એક ઘરમાંથી 11 મૃતદેહ મળવાથી દેશભરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ઘટનાના 24 કલાક પછી પોલીસની તપાસમાં કાળો જાદૂ અને અંધ વિશ્વાસને કારણે પરિવારે પોતાના જીવ ગુમાવ્યા હોવાનું પણ લાગી રહ્યું છે. આ ડાયરીઓમાં લખેલી વાતો વાંચીને પોલીસ હાલમાં તો તે નિષ્કર્ષ પર જ પહોંચી છે કે, અંધ વિશ્વાસના કારણે જ 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, પોલીસ બધા 11 લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.

બુરાડીમાં સંત નગર વિસ્તારમાં રહેનાર ભાટિયા પરિવારમાં 75 વર્ષની નારાયણી પોતાના બે પુત્રો ભૂપી અને લલિત સાથે રહે છે. ઘરમાં ભૂપી પોતાની બે પત્નીઓ અને 12 વર્ષના એક પુત્ર સાથે, જ્યારે લલિત પોતાની પત્ની અને 12 વર્ષના પુત્ર સાથે રહેતો હતો. પરિવારમાં  છૂટાછેડા થયેલ એક બહેન પણ પોતાની 30 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. ઘરમાં કુલ 11 લોકો હતા. પરિવારના બે ભાઈઓ બુરાડીમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર કરિયાણા અને પ્લાયવુડની દુકાન ચલાવી રહ્યાં હતા. રવિવારે સવારે જ્યારે કરિયાણાની દુકાન મોડા સુધી ખુલી નહી તો સામે રહેનાર પડોશી તેમના ઘરે ગયા. ઘરનો દરવાજો ખુલ્લો હતો. પહેલા માળે જઈને ઘરની અંદરનો નજારો જોતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. એક જ ઘરમાં દસ લોકો ફાંસીના ફંદા પર લટક્યા હતા. જ્યારે બાજુના રૂમમાં પરિવારના મુખ્યા અને સૌથી બુઝૂર્ગ નારાયણી જમીન પર મૃત અવસ્થામાં પડ્યા હતા. આ પડોશીએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.

રવિવારે સવારે લગભગ સવાર સાત વાગે બુરાડીના સંત નગરમાં રહેનાર ભાટિયા પરિવારના ઘરમાં 11 લોકોના મૃતદેહ મળવાની જાણકારી પછી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા. તે સાથે 20 પોલીસવાળા અને દિલ્હી પોલીસના બધા જ મોટા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મરનારાઓમાં દસ લોકો છત ઉપર બનેલ લોખંડની જાળી સાથે કપડાથી ફાંસી લગાવેલ અવસ્થામાં મળી આવ્યા હતા. મરનાર પરિવારમાં સાત મહિલાઓ અને ચાર પુરૂષ છે, જેમાં 12 વર્ષના બે બાળક પણ સામેલ છે.

ચૌકાવનારી વાત તે છે કે, ઘરમાં ફાંસી પર લટકેલ બધા લોકોના હાથ પાછળ અથવા આગળ બાંધેલ મળ્યા. તે ઉપરાંત બધાના ચહેરા પર અને આંખો પર પટ્ટીઓ બાંધેલી મળી. ઘટના સ્થળ પરથી પોલીસને કોઈ જ સુસાઈડ નોટ મળી નથી. ફોરેન્સિક વિભાગે ઘટના સ્થળેથી નમૂનાઓ ઉઠાવ્યા અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. રવિવારે સાંજે પોલીસ કમિશ્નરે બુરાડી પોલીસ સ્ટેશનથી આ કેસની જવાબદારી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી.
તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી બે નોટબુક મળી છે, જેના આધારે પોલીસ તે માનીને ચાલી રહી છે કે, આ આખો મામલો અંધવિશ્વાસ અથવા કાળા જાદૂનો પરિણામ હોઈ શકે છે. પોલીસ અનુસાર અત્યાર સુધી તપાસમાં તે ખબર પડી છે કે, ઘરમાંથી મળેલ બે નોટબુકને વાંચવા પર દસ લોકો ફાંસી પર લટક્યા તેની રીતને જોતા લાગે છે કે, પરિવારની વૃદ્ધ મહિલાને છોડીને બધા દસ લોકોએ તે નોટબુકને ફોલો કરી છે.

પોલીસને મળેલ નોટબુકમાં શું લખેલ છે- પટ્ટીયા સારી રીતે બાંધવી છે. શૂન્ય ઉપરાંત કંઈ જ દેખાય નહી.
- ગુરૂવાર અથવા રવિવારનો દિવસ પસંદ કરો.
- રસ્સી સાથે સૂતર અથવા સાડીનો ઉપયોગ કરવાનો છે.
- સાત દિવસ પછી સતત પૂજા કરવાની છે, તે પણ લગન અને સાધનાથી. જો કોઈ જાએ તો તેના બીજા દિવસે ફરીથી શરૂ કરીશું.
- બેબે ઉભી થઈ શકતી નથી તો તે અલગ રૂમમાં સૂઈ શકે છે.
- આછી રોશનીનો પ્રયોગ કરવાનો છે.
- હાથોની પટ્ટીઓ બચી જાય તો તેને આંખો પર ડબલ કરી લેવી
- મોઢાની પટ્ટી પણ રૂમાલથી ડબલ કરી લેવી
- રાતના 12-1 વાગે ક્રિયા કરવાની છે. તેના પહેલા હવન કરવાનો છે.

સૂત્રો અનુસાર ઘરમાંથી મળી આવેલ રજિસ્ટરમાં તે વાત લખેલી મળી છે કે, જો તમે સ્ટૂલનો ઉપયોગ કરશો, આંખો બંધ કરશો અને હાથ બાંધી લેશો તો તમને મોક્ષની પ્રાપ્તિ થશે. ખાસ વાત તે છે કે, રજિસ્ટ્રર અથવા નોટબુકમાં જે રીતેનું લખાણ મળ્યું છે, ઘરમાં બધા જ મૃતદેહ પણ તેવી જ અવસ્થામાં મળ્યા છે.

સૂત્રો અનુસાર, ઘરમાંથી મળેલ બંને રજિસ્ટરમાં લખેલ છે કે, બધી જ ઈચ્છાઓની પૂર્તિ થાય. તે બંને રજિસ્ટરના લગભગ 35 પેજના શરૂઆતી કેટલાક પેજમાં તે વાતનો ઉલ્લેખ છે કે, ક્યાં વ્યક્તિને ક્યાં-ક્યાં ઉભા થઈને લટકવાનું છે અને ખાસ કરીને તે પણ લખવામાં આવ્યું છે કે, દરવાજા પાસે ક્યાં વ્યક્તિને લટકવાનું છે. સૂત્રો અનુસાર ભાટિયા પરિવાર 2015થી રજિસ્ટરમાં નોટ્સ લખી રહ્યો હતો અને અંતિમ વખત 26 જૂન રજિસ્ટરમાં લખવામાં આવ્યું. 26 જૂને આ રજિસ્ટરમાં લખ્યું હતું કે, "30 તારીખે ભગવાનથી મળવાનું છે."

જો કે, હાલમાં ડોક્ટરની એક ટીમે રવિવારે અડધી રાત્રે પરિવારના છ લોકોનું પોસ્ટમોર્ટમ કર્યું. સોમવારે બચેલા પાંચ મૃતદેહોનું ડોક્ટરોની બીજી ટીમ પોસ્ટમોર્ટમ કરશે. સૂત્રો અનુસાર જે છ લોકોનું પોસ્ટમોર્ટમ રવિવારે અડધી રાત પછી થયું છે, તેમની ફાઈનલ રિપોર્ટ મંગળવાર સુધી આવવાની આશા છે. જો કે, છ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોની પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ મોત ફાંસીએ લટકતા ગૂંગળામણના કારણે થઈ છે.

ક્રાઈમ બ્રાન્ચ ભલે રૂવાંટા કંપાવી નાંખે તેવી આ ઘટનાને અંધવિશ્વાસ અને કાળા જાદૂ સાથે જોડી રહી હોય પરંતુ ભાટિયા પરિવારના નજીકના સંબંધીઓ અને દોસ્તો આ માનવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે, પરિવાર ધાર્મિક હતો પરંતુ અંધવિશ્વાસી નહતો. નજીકના લોકો આને આત્મહત્યા નહી પરંતુ હત્યા માની રહ્યાં છે. જો કે, પોલીસનું કહેવું છે કે, મામલાની તપાસ કરી રહી છે. ચોકાવનારી વાત તે છે કે, પરિવારની એક છોકરી પ્રિયંકાની 17 જૂને જ વજીરપુરના એક બેંન્કેટ હોલમાં ધૂમધામથી સગાઈ કરવામાં આવી હતી. સગાઈના વીડિયોમાં ભાટિયા પરિવાર ખુબ જ ખુશ હતો અને નાચી-ગાઈ રહ્યો હતો. તે એમબીએ કર્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી કરી રહી હતી અને તેનો ઘરવાળો નોએડાની એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે.

ક્રાઈમ બ્રાન્ચ ભલે આ કેસને અંધવિશ્વાસ સાથે જોડી રહ્યું હોય પરંતુ ભાટિયા પરિવારની આર્થિક અને અન્ય પરિસ્થિતિઓને જોતા પોલીસની આ થ્યોરી પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. પ્રશ્ન છે કે, શું પરિવારના બધા 11 લોકો એક સમાન મનોદશામાં આવી જાય અને આત્મહત્યા કરી લે. એક ભણેલા-ઘણેલા પરિવાર આ રીતે અંધવિશ્વાસ અને મોક્ષ માટે આત્મહત્યા કરી લે તે વાત ગળે ઉતરી રહી નથી. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. જો કે, હાલમાં આ કેસની બધા જ એંગલથી તપાસ ચાલી રહી છે.

 
First published: July 2, 2018
વધુ વાંચો
अगली ख़बर