સગી કાકીએ ફિલ્મી સ્ટાઇલમાં સવા વર્ષના ભત્રીજાનું કર્યું અપહરણ, કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

કાકીએ વેશ બદલીને સ્વાસ્થ્યકર્મીનો સ્વાંગ રચ્યો અને રસી મૂકવાના બહાને ભત્રીજાનું કર્યું અપહરણ, આવી રીતે ભાંડો ફુટ્યો

કાકીએ વેશ બદલીને સ્વાસ્થ્યકર્મીનો સ્વાંગ રચ્યો અને રસી મૂકવાના બહાને ભત્રીજાનું કર્યું અપહરણ, આવી રીતે ભાંડો ફુટ્યો

 • Share this:
  પ્રશાંત કુમાર, બુલંદશહર. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બુલંદશહરના ડુંગરા જોગી ગામમાં સોમવારે સવા મહિનાના માસૂમ બાળકનું અપહરણ (Kidnapping) થયું હતું. હરકતમાં આવેલી પોલીસ (Police)એ સમયસૂચકતાનું પ્રદર્શન કરતાં 8 કલાકની અંદર જ માસૂમને ગાજિયાબાદથી શોધી કાઢ્યું હતું. માસૂમનું અપહરણ કરનારું બીજું કોઈ નહીં, પરંતુ સગી કાકી હતી. આરોપીને બાળક નહોતું થઈ રહ્યું. ત્યારબાદ આરોપી કાકીએ અપહરણનું કાવતરું ઘડ્યું. બાળકનું અપહરણ કરી પહેલા બુલંદશહર અને બાદમાં ગાજિયાબાદ લઈને પહોંચી ગઈ.

  નોંધનીય છે કે, સગી કાકીએ પોતાના એક સાથીની સાથે મળી ફિલ્મી સ્ટાઇલમાં સ્વાસ્થ્યકર્મી બનીને પહેલા પોતાનો વેશ બદલ્યો અને પછી સવા મહીનાના પોતાના સગા ભત્રીજાનું અપહરણ કરી રફુચક્કર થઈ ગઈ. અપહરણ કર્યા બાદ બુલંદશહર થઈને ગાજિયાબાદ પહોંચી અને પોતાના મકાનમાં લઈ ગઈ.

  આ પણ જુઓ, VIDEO: પૂરના પાણીમાં તણાઈ રહ્યા હતા બે બાઇક સવાર, દેશી જુગાડથી બચ્યા જીવ

  સૂચના મળ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે સીસીટીવી અને સર્વેલન્સની મદદથી બાળકનું પગેરું શોધ્યું અને તેને હેમખેમ પાછું મેળવ્યું. આ મામલામાં પોલસે કાકી અને તેના સાથીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, સ્વાસ્થ્ય વિભાગની ડૉક્ટર બનીને રસીકરણ કરવા માટે કારથી પહોંચેલી કાકીએ બાળકના અપહરણની સમગ્ર યોજના પોતાના સાથીની મદદથી બનાવી હતી.

  આ પણ વાંચો, ઊંઘમાં પણ PUBG વિશે બબડતો રહે છે ધોની, પત્ની સાક્ષીએ કર્યો મોટો ખુલાસો

  બાળક ઉછેરવાની લાલસમાં કર્યું અપહરણ

  એસએસપી સંતોષ કુમાર સિંહે જાણકારી આપતાં કહ્યું કે, બાળકની સગી કાકીએ વેશ બદલીને પોતાના પાર્ટનરની સાથે બાળકનું અપહરણ કર્યું હતું. ધરપકડ કરવામાં આવેલી મહિલાએ પૂછપરછમાં જણાવ્યું કે તેને બાળક નહોતું થતું અને બાળક ઉછેરવાની લાલસાએ પોતાના સગા ભત્રીજાનું અપહરણ કરવા માટે મજબૂર થઈ હતી. હાલ પોલીસે ગાજિયાબાદથી મહિલા અને તેના પાર્ટનરની ધરપકડ કરીને સવા મહીનાના માસૂમને હેમખેમ મેળવીને તેના માતા-પિતાને સોંપી દીધું છે.
  Published by:Mrunal Bhojak
  First published: