VIDEO: બુલંદશહર હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધને આવી રીતે મારવામાં આવી ગોળી?

તોફાનમાં ઈન્સ્પેક્ટર સુબોધકુમારને ગોળી મારનારની ઓળખ કરવામાં પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો હતો

News18 Gujarati
Updated: December 7, 2018, 5:33 PM IST
VIDEO: બુલંદશહર હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધને આવી રીતે મારવામાં આવી ગોળી?
તોફાનમાં ઈન્સ્પેક્ટર સુબોધકુમારને ગોળી મારનારની ઓળખ કરવામાં પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો હતો
News18 Gujarati
Updated: December 7, 2018, 5:33 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: 3 ડિસેમ્બરે બુલંદશહરમા્ર ગોહત્યાની અફવા બાદ ભડકેલી હિંસા દરમિયાન ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. 11 સેકન્ડના વીડિયોમાં એક વ્યક્તિ ઈન્સ્પેક્ટર સુબોધને ગોળી મારતો નજરે પડે છે. વ્યક્તિની ઓળખ જીતૂ ફૌજી તરીકે થઈ છે જે મહાવ ગામનો રહેવાસી છે. તેની તહેનાતી જમ્મૂના શ્રીનગરમાં છે. ઘટનાવાળા દિવસે તે રજા પર પોતાના ગામ આવ્યો હતો. આરોપ છે કે જીતૂએ ઈન્સ્પેક્ટરને ગોળી માર્યા બાદ તેમની પિસ્તોલ અને મોબાઈલ પણ લૂંટી લીધો હતો.

તોફાનમાં ઈન્સ્પેક્ટર સુબોધકુમારને ગોળી મારનારની ઓળખ કરવામાં પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ એક વીડિયોથી પોલીસે ફૌજીની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે તે ફૌજીએ જ પથ્થર વાગવાની ગંભીર હાલતમાં ઘાયલ ઈન્સ્પેક્ટર સુબોધ કુમારની હત્યા કરી છે, તેમની છીનવેલી પિસ્તોલ અને મોબાઈલ પણ તેના જ કબજામાં છે.

ઘટનાને અંજામ આપ્યા બાદ ફૌજી પરત ડ્યૂટી પર જતો રહ્યો. ફૌજીની ધરપકડ માટે પોલીસની એક ટીમ ઉપનિરીક્ષક વિજય ગૌતમના નેતૃત્વમાં સીજેએમ કોર્ટથી ધરપકડ વોરંટ લીધા બાદ ગુરુવારે જમ્મૂ માટે રવાના થઈ. સાથોસાથ એસટીએફની બે ટીમો જમ્મૂ રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે, પોલીસની એફઆઈઆરમાં પણ જીતૂ ફૌજીનું નામ નોંધાયું છે. એડીજી મેરઠ ઝોન પ્રશાંત કુમારે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે ટીમો જમ્મૂ માટે રવાના થઈ ગઈ છે. આરોપી ફૌજીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
First published: December 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर