બુલંદશહર હિંસા: એક ફૌજીએ મારી હતી ઈન્સ્પેક્ટર સુબોધને ગોળી!

મળતી માહિતી મુજબ, એફઆઈઆરમાં પણ તે ફૌજીનું નામ છે, સાથોસાથ વાઇરલ વીડિયોમાં પણ ફૌજી ગેરકાયદેસર તમંચા સાથે જોવા મળ્યો છે

News18 Gujarati
Updated: December 7, 2018, 9:34 AM IST
બુલંદશહર હિંસા: એક ફૌજીએ મારી હતી ઈન્સ્પેક્ટર સુબોધને ગોળી!
ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: December 7, 2018, 9:34 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: બુલંદશહરના સ્યાના પોલીસ સ્ટેશનના ચિન્ગરાવઠી ગામમાં 3 ડિસેમ્બરે ગોહત્યાની આશંકામાં ભડકેલી હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યાને એક ફૌજીએ અંજામ આપ્યો હતો. સૂત્રો મુજબ રજા પર આવેલા ફૌજીએ જ ગેરકાયદેસર તમંચાથી ઈન્સ્પેક્ટર સુબોધને ગોળી મારી હતી. ઘટના બાદ ફૌજી જમ્મુ ભાગી ગયો છે. તેની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

મળતી માહિતી મુજબ એફઆઈઆરમાં પણ તે ફૌજીનું નામ છે. સાથોસાથ વાઇરલ વીડિયોમાં પણ ફૌજી ગેરકાયદેસર તમંચાથી સાથે જોવા મળી રહ્યો છે. તેને આધાર બનાવીને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને આ સંબંધમાં એક મહત્વપૂર્ણ વીડિયો મળ્યો છે, જેમાં ફૌજી ગોળી ચલાવતો સ્પષ્ટ દેખાય છે. ત્યારબાદ પોલીસ-પ્રશાસનના અધિકારીઓએ જમ્મુમાં ફૌજીના યૂનિટના અધિકારીઓ સાથે વાત કરી. ફૌજીની ધરપકડ માટે બુલંદશહર પોલીસની ટીમ જમ્મુ જવા માટે રવાના થઈ છે.

આ પણ વાંચો, બુલંદશહર હિંસાનો લાઇવ વીડિયો સામે આવ્યો, જુઓ કેવી રીતે થયું ઈન્સ્પેક્ટરનું મોત

આ દરમિયાન એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે, એડીજી ઈન્ટેલીજન્સ એસબી શિરોડકરે મામલામાં પોતાનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્સ્પેક્ટર સુબોધ અને સુમિતની હત્યા એક જ બોરની ગોળીથી થઈ છે. સાથોસાથ સમગ્ર ઘટના સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્સ્પેક્ટર સુબોધ હેલ્મેટ કે બોડી પ્રોટેક્શન પહેર્યા વગર ઘટનાસ્થળે ગયા હતા. મામલામાં સિનિયર પોલીસ અધિકારી પણ મોડા ઘટનાસ્થળે પહોંચ્યા. ઘટના 9.30 વાગ્યા બાદની છે જ્યારે અધિકારી 11.30 વાગ્યેની આસપાસ પહોંચ્યા.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એક કાવતરા હેઠળ આરોપી ટ્રેક્ટર ટ્રોલી પર પ્રતિબંધિત માંસ રાખીને ભાગી રહ્યા હતો, જેના કારણે પોલીસ ટ્રોલીને હટાવવામાં નિષ્ફળ રહી. એવું કરીને ઉગ્ર ભીડ પોલીસનો સમય ખરાબ કરવા માગતી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેના થોડા સમય બાદ જ ધાર્મિક કાર્યક્રમથી પરત ફરતી ભીડને તે રસ્તા પરથી આવવાનું હતું. ત્યારે સ્થિતિ બેકાબુ થઈ શકતી હતી.

એડીજી ઇન્ટેલીજન્સે પોતાની તપાસ રિપોર્ટ મુખ્ય સચિવને સોંપ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે દિલ્હીથી પરત ફરતાં રિપોર્ટના આધારે કાર્યવાહી થશે. જોકે, ગૃહ વિભાગ રિપોર્ટ મળવાનો ઈન્કાર કરી રહી છે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर