બુલંદશહર હિંસા: ઈન્સ્પેક્ટરની હત્યાનો આરોપી ફૌજી અરેસ્ટ, કહ્યું- હું પોતે FIR નોંધાવવા ગયો હતો

News18 Gujarati
Updated: December 8, 2018, 10:23 AM IST
બુલંદશહર હિંસા: ઈન્સ્પેક્ટરની હત્યાનો આરોપી ફૌજી અરેસ્ટ, કહ્યું- હું પોતે FIR નોંધાવવા ગયો હતો
જીતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફૌજી (ફાઇલ ફોટો)

બુલંદશહરના સ્યાના સ્થિત ચિંગરાવટીમાં ગોહત્યાની આશંકાને લઈને થયેલી હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધસિંહ અને સુમિન નામના એક અન્ય યુવકનું મોત થયું હતું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં સોમવારે થયેલી હિંસા દરમિયાન ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યાના આરોપી ફૌજીની જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે. સૂત્રીએ ન્યૂઝ18ને જણાવ્યું કે જીતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફૌજીએ શુક્રવાર રાતે સોપોરમાં પોતાનું યૂનિટ જોઇન કર્યું હતું, ત્યારબાદ તેને ઉત્તર પ્રદેશની વિશેષ કાર્ય દળ (એસટીએફ)ને હવાલે કરી દેવામાં આવ્યો.

સેનાએ આ બાબતે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે આરોપી સૈનિકની ધરપકડ માટે યૂપી પોલીસે સેનાના ઉત્તરી કમાનની મદદ માંગી હતી એન અમે સમગ્ર સહયોગનું આશ્વાસન આપ્યું છે.

જીતુ ફૌજીએ પોતાની સફાઈમાં કહી આ વાત

સૂત્રો મુજબ, જીતેન્દ્ર મલિકે પોતાની યૂનિટે જણાવ્યું કે, હું એફઆઈઆર નોંધાવવા માટે 30 અન્ય લોકોની સાથે પોલીસ સ્ટેશન ગયો હતો. પરંતુ મારામારી શરૂ થઈ ગઈ અને ભાગી ગયા. હું તે સ્થળે હાજર નહોતો, જ્યાં પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી મારવામાં આવી.

આ પણ જુઓ, VIDEO: બુલંદશહર હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધને આવી રીતે મારવામાં આવી ગોળી?

બીજી તરફ, મેરઠ ઝોનના આઈજી રામ કુમારે ન્યૂઝ18ને જણાવ્યું કે ગામલોકોના નિવેદનોના આધારે જાણવા મળ્યું કે જીતુ ફૌજીએ જ કથિત રીતે ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહને ગોળી મારી હતી. કુમારે જણાવ્યું કે જીતુ મહાવ ગામનો રહેવાસી છે અને તેની પૂછપરછ બાદ જ પોલીસ અધિકારીની હત્યામાં ભૂમિકા સ્પષ્ટ થઈ શકશે.મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસને મળેલા બુલંદશહર હિંસાના વીડિયોમાં ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યાના સમયે જીતુ તેમની ખૂબ જ નજીક ઊભો હતો. બીજી તરફ જીતુની માતા રતના કૌરનું કહેવું છે કે તે વીડિયોમં પોતાના દીકરાને ઓળખી નથી શકતી. બીજા સંબંધીઓનું કહેવું છે કે જીતુ તે સમયે ઘટનાસ્થળે જ હાજર હતો. તેઓએ જણાવ્યું કે આ ઘટના બાદ તે તાત્કાલીક જમ્મુ-કાશ્મીર માટે રવાના થયો હતો.

જીતુની માતાનું કહેવું છે કે જો તેના દીકરાએ પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી મારી છે તો તે પોતે જ તેને મારી નાખશે. ન્યૂઝ18 સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે, જો કોઈ પોલીસવાળાને મારતા જીતુની કોઈ તસવીર કે વીડિયો જેવા પુરાવા મળે છે તો હું પોતે તેને મારી નાખીશ. તે કહે છે કે, હું નિર્દયી નથી. તે પોલીસવાળા અને ચિંગરવડીના છોકરાની મોતનું મને પણ દુ:ખ છે.
First published: December 8, 2018, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading