Corona કહેરની દર્દનાક તસવીર: હંસતો-ખેલતો પૂરો પરિવાર થયો ખતમ, બસ બચ્યું 3 વર્ષનું બાળક અને વૃદ્ધ દાદી

કોરોનાએ પૂરા પરિવારને ખતમ કરી દીધો

અમે તમને કોરોના વાયરસના વિનાશની તસવીર એવી બતાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ન તો સાંભળ્યું હશે અને ન જોયું હશે.

 • Share this:
  બુલંદ શહેર : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં કોરોના વાયરસથી ઘણા લોકો મોતને ભેટ્યા છે. લોકો તડપી-તડપી મરી રહ્યા છે, એ કોઈનાથી છૂપાયેલું નથી, પરંતુ આજે અમે તમને કોરોના વાયરસના વિનાશની તસવીર એવી બતાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ન તો સાંભળ્યું હશે અને ન જોયું હશે. બુલંદશહેરમાં, કોરોનાએ હંસતા ખેલતા પૂરા પરિવારને એવો સકંજામાં લીધો કે, બધુ જ બરબાદ થઈ ગયું છે, એક જ અઠવાડિયામાં કોરોનાએ પરિવારના ત્રણ સભ્યોનો જીવ લીધો, અને જો આ પરિવારમાં કોઈ બાકી છે, તો હવે ત્રણ વર્ષનો માસૂમ બાળક અને તેની વૃદ્ધ દાદી છે.

  બુલંદશહેરની લક્ષ્મીનગર કોલોનીમાં રહેતા વકીલ ધર્મરાજ સિંહને એક અઠવાડિયા પહેલા હળવી ખાંસી અને તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારે પરિવારે તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તપાસ થઈ ત્યારે કોરોના પોઝિટિવ આવ્યો અને હોસ્પિટલમાં સારવાર શરૂ થઈ, પરંતુ નસીબે તેમનો સાથ ન આપ્યો અને માત્ર 6 કલાકની જહેમત બાદ તેમનું મોત નીપજ્યું. પરિવારના મોભીના મોતનો આઘાત હજુ ભૂલાયો ન હતો એવામાં ભાભીનું પણ કોરોનાથી નિધન થયું.

  આ પણ વાંચોરાજકોટ ગંભીર અકસ્માત: સરપંચનો હાથ કપાઈ ટ્રકમાં ચોંટી ગયો, 'માતા માટે પ્રાણ વાયુ લેવા ગયેલ પુત્રનો અકસ્માતે પ્રાણ છીનવાયો'

  અંતિમ સંસ્કાર સ્થળે અગ્નિસંસ્કાર બાદ અસ્થિ પણ હજુ લેવાઈ ન હતી, અને ધર્મરાજ સિંહની વિધવા પુત્રવધુ એટલે ત્રણ વર્ષના બાળકની માતાને પણ કોરોના ગળી ગયો. હવે પરિવારમાં ધર્મરાજ સિંહની વૃદ્ધ પત્ની સુષ્મા અને તેમનો ત્રણ વર્ષનો પૌત્ર વિવાન પરિવારમાં બાકી બચી રહ્યો. નિર્દોષ વિવાન અને આ પરિવારની વૃદ્ધ દાદી પર આફત આવી પડી છે. શહેરનો પ્રતિષ્ઠિત પરિવાર અચાનક વેર વિખેર થઈ જતા પુરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો, અને લોકો વિચારવા માટે મજબૂર થઈ ગયા છે કે, કોરોના વાયરસમાં થોડી બેદરકારી કોઈને પણ છોડે તેમ નથી. તેથી જ અમે તમને અપીલ કરીએ છીએ કે આ રોગચાળાના આ ખરાબ સમયમાં હિંમત રાખો, અને સામાજિક અંતરને અનુસરો અને ફરજિયાતપણે માસ્ક પહેરો, જેથી તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહે.

  આ પણ વાંચોરાજકોટ : Coronaથી નણંદના મોત બાદ પતિને પણ થયો કોરોના, ઘરમાં ગભરાઈ ગયેલ પત્નીએ ગળાફાંસો ખાઇ લીધો

  તો વૃદ્ધ દાદી સુષ્માબેનનું કહેવું છે કે, સરકારે કંઇક કરવું જોઈએ, માસૂમ બાળકના માથા પરથી દાદા, માતા અને પિતાની છત્રછાયા જતા હવે તે ભરણપોષણ કેવી રીતે કરશે તે તેને પણ ખબર નથી, હવે વિવાનને કેવી રીતે ઉછેરશે તે એક મોટી મુશ્કેલી ઉભી થઈ છે.
  Published by:kiran mehta
  First published: