ચાર કરોડની સ્કૉલરશીપ મેળવનાર સુદીક્ષાની છેડતી બાદ મોત થતા, માયાવતીએ કહ્યું- આમ તો કેવી રીતે દીકરીઓ આગળ વધશે?

News18 Gujarati
Updated: August 11, 2020, 2:24 PM IST
ચાર કરોડની સ્કૉલરશીપ મેળવનાર સુદીક્ષાની છેડતી બાદ મોત થતા, માયાવતીએ કહ્યું- આમ તો કેવી રીતે દીકરીઓ આગળ વધશે?
સુદીક્ષા ભાટી

"સુદીક્ષા ભાટીની યુવકો દ્વારા છેડતી થવાના કારણે તેણે પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા છે" : માયાવતી

  • Share this:
ઉત્તર પ્રદેશના બુબંદશહેરમાં અમેરિકાના બૉબ્સન કોલેજ (Bobson College Of America)ની વિદ્યાર્થીની સુદીક્ષા ભાટી (Sudiksha Bhati)ની રોડ અકસ્માતમાં મોત થઇ છે. આ વાતને હવે રાજકીય સ્વરૂપ પકડ્યું છે. સુદીક્ષાની મોતને લઇને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી (Mayawati)એ કાનૂન વ્યવસ્થાને લઇને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યો છે. અને ટ્વિટ કરીને પુછ્યું છે કે જો આમ જ ચાલતું રહ્યું તો દીકરીઓ કેવી રીતે ભણશે?

માયાવતીએ ટ્વિટ કરી કહ્યું કે બુલંદશહરમાં પોતાના કાકાની સાથે બાઇક પર જઇ રહેલી હોશિયાર વિદ્યાર્થીની સુદીક્ષા ભાટીની યુવકો દ્વારા છેડતી થવાના કારણે તેણે પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા. આ વાત ખૂબ જ શર્મનાક અને ખૂબ જ નંદનીય છે. દીકરી કેવી રીતે આમ તો આગળ વધશે? યુપી સરકાર તરત દોષીઓની વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરે. બીએસપીની આ પૂરજોરની માંગ છે.સુદીક્ષા ભાટીએ અમેરિકાના બોબ્સન કોલેજમાં ભણી રહી હતી અને તેના ભણતરનો ખર્ચો એચસીએલ (HCL) ગ્રુપ આપી રહ્યું હતું. તે ગૌતમબુદ્ધના દાદરીની રહેવાસી હતી. સોમવારે બુલંદશહેરમાં એક રોડ અકસ્માતમાં તેનું મોત થયું. જાણકારી મુજબ ઇટરમીડિએટમાં બુલંદશહર જનપદમાં ટૉપ કરનારી છાત્રા સુદીક્ષા કાકા સાથે તેના મામાના ઘરે જઇ રહી હતી. ત્યારે જ બુલંદશહર-ઔરાંગબાદ રોડ પણ કેટલાક ઇસમોને છેડતીની નિયત સાથે તેની સ્કૂટીથી આગ અચાનક બુલેટ લગાવી દીધી. જેનાથી તેની બાઇકનો એક્સીડન્ટ થયો અને તેની મોત થઇ ગઇ. આટલી હોશિયાર વિદ્યાર્થીનીના પરિવારજનોએ જણાવ્યું કે સુદીક્ષા 20 ઓગસ્ટે જ અમેરિકાથી પાછી ફરી હતી.

વધુ વાંચો :  પેન્શન મેળવતા લોકો માટે ખુશખબર, SBIની નવી સેવાથી તમને ઘરે બેઠા મળશે આ સુવિધા

સામાન્ય પરિવારથી આવતી સુદીક્ષા ભાટીએ પોતાની મહેનતના દમ પર અમેરિકાની કોલેજમાં ભારીભરખમ સ્કોરશીપ સાથે ભણતર શરૂ કર્યું હતું. ડેરી સ્ટનર ગામમાં રહેતા ચાય વિક્રેતાની જિતેન્દ્ર ભાટીની પુત્રી તેવી સુદીક્ષાને એચસીએલ ફાઉન્ડેશને સ્કોરશીપ આપી હતી. તેણે 2018માં સીબીએસઇ બોર્ડ ઇન્ટરમીડિએટ પરીક્ષામાં સુદીક્ષાને 98 ટકા આવ્યા હતા. અને તે પછી તેને અમેરિકાની બોબ્સન કોલેજમાં તેને સ્કોલરશીપ મળી.

સુદીક્ષાએ ઓગસ્ટમાં 2018માં બોબ્સન કોલેજ ઓફ એન્ટપ્રેન્યોરશીપમાં દાખલો આપ્યો. હાલ સુદીક્ષા અમેરિકાની એક કોલેજમાં Entrepreneurshipમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી. બોબ્સન કોલેજથી સ્કોલરશીપ મળવા પર સુદીક્ષાએ કહ્યું આ બધુ તેનું સપનું સાકાર થવા સમાન છે. સુદીક્ષાની મોતથી તેનો સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થયો છે.
Published by: Chaitali Shukla
First published: August 11, 2020, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading