બુલંદશહર હિંસાનો લાઇવ વીડિયો સામે આવ્યો, જુઓ કેવી રીતે થયું ઈન્સ્પેક્ટરનું મોત

તોફાની તત્વોએ સુબોધ કુમારની ગાડીમાં મોટાપાયે તોડફોડ કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે ગોળી વાગ્યા બાદ સુબોધ કુમાર સિંહ ગાડીની બહાર રસ્તા પર પડી ગયા

તોફાની તત્વોએ સુબોધ કુમારની ગાડીમાં મોટાપાયે તોડફોડ કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે ગોળી વાગ્યા બાદ સુબોધ કુમાર સિંહ ગાડીની બહાર રસ્તા પર પડી ગયા

 • Share this:
  બુલંદશહરમાં સોમવારે ગેરકાયદેસર કતલખાનાને લઈને થયેલા તોફાનો દરમિયાન ચાલેલી ગોળીથી સ્યાના પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહનું મોત થયું. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તોફાની તત્વોએ સ્યાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુબોધ કુમાર સિંહની ગાડીમાં મોટાપાયે તોડફોડ કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે ગોળી વાગ્યા બાદ સુબોધ કુમાર સિંહ ગાડીની બહાર રસ્તા પર પડી ગયા છે.

  આ ઘટના બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. બુલંદશહેરમાં કથિત ગોહત્યાના વિરોધમાં થયેલા તોફાનમાં માર્યા ગયેલા સુબોધ કુમાર સિંહ પરગંવા ગામના રહેવાસી હતા. તેમના બંને દીકરા નોઈડામાં અભ્યાસ કરે છે અને તેમની પત્ની સાથે રહે છે.

  આરોપ છે કે પ્રદશર્નકર્તાઓ દ્વારા ગોળી છોડવામાં આવેલી જેમાંથી એક ગોળી સુબોધ કુમારને વાગી. ત્યારબાદ સુબોધ કુમારને તાત્કાલીક ઓરંગાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

  મૂળે, પ્રદર્શનકર્તા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવા અને તેમની ધરપકડની માંગને લઈને હોબાળો કરી રહ્યા હતા. પ્રદર્શનકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો તે લગભગ બે કલાક સુધી રહ્યો હતો અને આ દરમિયાન પોલીસ અને તેમની વચ્ચે ઝડપ થઈ હતી. પરંતુ ત્યારબાદ મામલો વધુ બગડ્યો હતો. ઉગ્ર થયેલા પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસવાળાઓએ ચોકીમાં ઘૂસી પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો તો પ્રદર્શનકર્તાઓએ ત્યાં પણ પહોંચી ગયા અને ચોકીની અંદર ઈંટ-પથ્થર મારવા લાગ્યા.

  આ પણ વાંચો, બુલંદશહર: ભીડે ઇન્સ્પેક્ટર સાથે મારઝૂડ કર્યા બાદ માથામાં મારી ગોળી- પોસ્ટમોર્ટમ રિપોર્ટ

  તોફાન અંગે જાણ થતાં સ્યાનાથી ઘટનાસ્થળે પહોંચેલા ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર અને તેમની ટીમે તોફાની ભીડને કન્ટ્રોલ કરવા હવાઈ ફાયરિંગ પણ કર્યું. આ દરમિયાન એક ગોળી સ્થાનિક યુવક સુમિતની છાતીમાં વાગી ગઈ અને ત્યારબાદ ભીડ વધુ હિંસક થઈ ગઈ. આ મામલામાં બુલંદશહર એડીજીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મામલાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે 48 કલાકમાં પોતાનો રિપોર્ટ આપશે. તેઓએ કહ્યું કે બુલંદશહરમાં સ્થિતિ કાબૂમાં છે.
  Published by:Mrunal Bhojak
  First published: