આગમાં ખરાબ રીતે દાઝેલી બળાત્કાર પીડિતાની દિલ્હીમાં થઇ મોત, 6 પોલીસકર્મી થયા સસ્પેન્ડ

આગમાં ખરાબ રીતે દાઝેલી બળાત્કાર પીડિતાની દિલ્હીમાં થઇ મોત, 6 પોલીસકર્મી થયા સસ્પેન્ડ
બુલંદશહેર SSP

રેપના આરોપીના કાકા,કાકી સહિત 7 વિરુદ્ધ ધારા 147,506,452,307 IPC અને SC/ST એક્ટ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવી છે.

 • Share this:
  ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં મંગળવાર ખરાબ રીતે આગમાં દાઝેલી રેપ પીડિતાએ દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધિન થયું છે. પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે રેપના આરોપીના પરિવારજનોએ જ તેને આગના હવાલે કરી છે. પરિવારવાળાએ જણાવ્યું કે સોમવારે આરોપીના પરિવારજનો ફરિયાદ પાછી ન લેવા પર યુવતીની જાનથી મારવાની ધમકી આપી હતી. 4 મહિના પહેલા સગીરાથી રેપ થયો હતો. ત્યારે આ મામલે જવાબદાર પોલીસકર્મીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
  બુલંદશહેર રેપ પીડિતા આત્મદાહ કેસમાં 7 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં સંજય, કાજલ, બનવારી, બદન સિંહ, વીર સિંહ, જશવંત સિંહ, ગૌતમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. રેપના આરોપી કાકા,કાકી સહિત 7 વિરુદ્ધ ધારા 147,506,452,307 IPC અને SC/ST એક્ટ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવી છે.  પોલીસે આ કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 7 લોકો પર ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પછી આ ઘટનામાં 1 સીઓ, 2 ઇન્સપેક્ટર, 2 સબ ઇસ્પેક્ટર, 1 કોંસ્ટેબલ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સીઓ અને ઇન્સપેક્ટરને હટાવવામાં આવ્યા છે. જ્યારે બે સબ ઇસ્પેક્ટરને લાઇન હાજર કરવામાં આવ્યો છે. અને એક કાંસ્ટેબલને નીકાળવામાં આવ્યો છે.

  આ મામલે એસએસપી સંતોષ કુમાર સિંહે કહ્યું કે સવારે લગભગ 11 વાગે પીડિતાએ પોતાને આગ લગાવી અને પરિવારજનોનો આરોપ છે કે આરોપીના પરિવારજનોએ તેની મારી છે. ત્યારે આ મામલે અમે તપાસ કરી છે. અને કેટલાક લોકોની ધરપકડ કરી છે.

  ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા સગીરા પર બળાત્કારની ઘટના થઇ હતી. તે પછી આરોપીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આરોપીના કાકા અને તેના સાથી પીડિત પક્ષ પર કેસ પાછો લેવાનો દબાવ બનાવી રહ્યા હતા. અને છેવટે કંટાળીને યુવતીએ પોતાને આગ લગાવી.  આ પહેલા બુલંદશહેરમાં જ સામૂહિક દુષ્કર્મ પીડિત એલએલબી વિદ્યાર્થીઓ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી ભૂકંપ આવી ગયો હતો. દુષ્કર્મ પીડિતાએ આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટ છોડી હતી. પોલીસે ગેંગરેપનો મુખ્ય આરોપી કમરુદ્દીનને હરિયાણાથી પકડી પાડ્યો છે. આ કેસમાં અન્ય બે આરોપી ફરાર છે. અને તેમને પકડવા માટે 4 ટીમોને ગઠિત કરીને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી છે.
  Published by:Chaitali Shukla
  First published:November 18, 2020, 08:02 am

  ટૉપ ન્યૂઝ