યોગી પર માયાવતીનો પલટવાર, કહ્યું - અમારે તો 'અલી' અને 'બજરંગ બલી' બંને જોઈએ

News18 Gujarati
Updated: April 13, 2019, 9:12 PM IST
યોગી પર માયાવતીનો પલટવાર, કહ્યું - અમારે તો 'અલી' અને 'બજરંગ બલી' બંને જોઈએ
અમારે બંને જોઈએ. તેમણે કહ્યું કે, બજરંગ બલી દલિત જાતીના છે, કેમ કે આની શોધ મે નથી કરી. ખુદ સીએમ યોગીએ તેની શોધ કરી છે.

અમારે બંને જોઈએ. તેમણે કહ્યું કે, બજરંગ બલી દલિત જાતીના છે, કેમ કે આની શોધ મે નથી કરી. ખુદ સીએમ યોગીએ તેની શોધ કરી છે.

  • Share this:
ઉત્તરપ્રદેશની લોકસભા ચૂંટણીમાં 'અલી' અને 'બજરંગ બલી'ને લઈ રાજનિતી ધમાસણ તેજ થયું છે. આ કડીમાં શનિવારે બસપા સુપ્રિમો માયાવતીએ બુલંદશહેરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથ પર હુમલો કર્યો. માયાવતીએ કહ્યું કે, હું તેમને એ જણાવી દઉં કે અમારા અલી પણ છે અને બજરંગ બલી પણ છે. અમારે બંને જોઈએ. તેમણે કહ્યું કે, બજરંગ બલી દલિત જાતીના છે, કેમ કે આની શોધ મે નથી કરી. ખુદ સીએમ યોગીએ તેની શોધ કરી છે.

માયાએ કહ્યું કે, બંનેએ ગઠબંધનથી સારૂ રિઝલ્ટ મળવાનું છે. પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથને ના તો અલી અને ના મારી જાતીનો વોટ મળશે. બંને વર્ગ કોંગ્રેસ અને ભાજપાને છોડી ચુક્યા છે. બસપા સુપ્રિમોએ કહ્યું કે, અમારી પાર્ટી ધર્મ જાતી પર વોટ નથી માંગતી. આ કામ માત્ર અને માત્ર ભાજપા કરે છે.

ઉલ્લેખનીય છે કે, મેરઠની એક રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સપા, બસપા અને ગઠબંધનને અલી પર ભરોસો છે તો બજરંગ બલી પર ભરોસો છે. જ્યારે, આયોગે માયાવતીને દેવબંધમાં મુસ્લિમોને સપા-બસપા-રાલોદ ગઠબંધનના પક્ષમાં મતદાન કરવાના નિવેદનને લઈ કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. આયોગે તેમના નિવેદનને આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું હતું. આ મામલામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈ ચૂંટણી પંચને નોટિસનો જવાબ મોકલી દીધો છે. સીએમ યોગીએ કહ્યું કે, તેમની મંશા ખોટી ન હતી. તે ભવિષ્યમાં આ રીતના નિવેદન આપવામાં સાવધાની રાખશે.

તમને જણાવી દઈએ કે, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં વોટિંગ થઈ રહ્યું છે. રાજ્યમાં પહેલા તબક્કામાં 8 સીટો પર 11 એપ્રિલે મતદાન થઈ ચુક્યું છે. હવે યૂપીમાં 18 એપ્રિલે, 23 એપ્રિલે, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થશે. જ્યારે 23મેના રોજ મતગમતરી હાથ ધરવામાં આવશે.
First published: April 13, 2019, 9:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading