Home /News /national-international /Nepal Plane Crash: નેપાળનું પોખરા એરપોર્ટ ચીને બનાવ્યું'તું, 14 દિવસ પહેલાં ઉદ્ઘાટન થયું હતું, હવે મોતનો અડ્ડો બન્યું!

Nepal Plane Crash: નેપાળનું પોખરા એરપોર્ટ ચીને બનાવ્યું'તું, 14 દિવસ પહેલાં ઉદ્ઘાટન થયું હતું, હવે મોતનો અડ્ડો બન્યું!

દુર્ઘટના સ્થળની તસવીર

Nepal Plane Crash: નેપાળ પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 લોકો માર્યા ગયાની પુષ્ટિ થઈ ચૂકી છે. ત્યારે એરલાઇનના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યુ હતુ કે, નેપાળની યેતી એરલાઇન્સ દ્વારા સંચાલિત ટ્વીન એન્જિન એટીઆર 72 એરક્રાફ્ટમાં 72 લોકો સવાર હતા. તેમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 5 ભારતીય અને 10 વિદેશી નાગરિકો હતા.

વધુ જુઓ ...
    કાઠમંડુ: નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેનું ઉદ્ઘાટન માત્ર બે અઠવાડિયા પહેલાં નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીએ ચીનની સહાયથી બનેલા પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પોખરાનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સાથે જોડાણ થઈ ગયું છે.

    ચીનની જાહેરાતથી વિવાદ થયો


    એચટીના અહેવાલ મુજબ, તેના ઉદ્ઘાટન પહેલાં જ વિવાદ ઉભો થયો હતો કારણ કે કાઠમંડુમાં ચીની દૂતાવાસે એકપક્ષીય રીતે જાહેરાત કરી હતી કે પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ‘ચીન-નેપાળ BRI સહયોગનો ફ્લેગશિપ પ્રોજેક્ટ છે. નેપાળ સરકાર અને નેપાળની જનતાને હાર્દિક અભિનંદન!’ નેપાળમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (BRI)ને લઈને કાઠમંડુમાં ચીની દૂતાવાસ દ્વારા એકપક્ષીય જાહેરાત કરવામાં આવ્યા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો.


    67 લોકોના મોતની પુષ્ટિ


    નેપાળી મીડિયાના અહેવાલો અનુસાર, પીએમ દહલે ચિંતા વ્યક્ત કરી કે, આ મુદ્દો હવે કેમ અને કેવી રીતે સામે આવ્યો, જ્યારે તેમણે તેમના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન BRI હેઠળ પ્રોજેક્ટના નિર્માણનો ઉલ્લેખ કર્યો ન હતો. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 67 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. એરલાઇનના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યુ હતુ કે, નેપાળની યેતી એરલાઇન્સ દ્વારા સંચાલિત ટ્વીન એન્જિન એટીઆર 72 એરક્રાફ્ટમાં 72 લોકો સવાર હતા, જેમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 5 ભારતીય અને 10 વિદેશી નાગરિકો હતા.

    આ પણ વાંચોઃ ટ્રેન લેટ છે? તો ઠંડીમાં ઠૂંઠવાવાને બદલે 40 રૂપિયામાં આલિશાન રૂમ રાખો

    સરકારે ઇમર્જન્સી બેઠક બોલાવી


    એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાને કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી છે. એવરેસ્ટ સહિત વિશ્વના 14 સૌથી ઊંચા પર્વતોમાંથી આઠ પર્વતોથી ઘેરાયેલા નેપાળમાં હવાઈ અકસ્માતો અસામાન્ય નથી. કારણ કે હવામાન અચાનક બદલાઈ શકે છે અને ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. જો કે, નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે હવામાન સ્વચ્છ હોવાથી અકસ્માત માટે હવામાન જવાબદાર નથી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Nepal, PLANE CRASH

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन