બ્રહ્મપુત્ર નદીમાં કાગળની જેમ વહી ગઈ સ્કૂલ, જુઓ ચોંકાવનારો Video

News18 Gujarati
Updated: July 14, 2019, 10:47 AM IST
બ્રહ્મપુત્ર નદીમાં કાગળની જેમ વહી ગઈ સ્કૂલ, જુઓ ચોંકાવનારો Video
26 સેકન્ડમાં જ સ્કૂલ બ્રહ્મપુત્ર નદીના વહેણમાં તણાઈ ગઈ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

26 સેકન્ડમાં જ સ્કૂલ બ્રહ્મપુત્ર નદીના વહેણમાં તણાઈ ગઈ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશના અનેક રાજ્યોમાં વરસાદે હવે પૂરનું સ્વરૂપ લઈ લીધું છે. વરસાદના કારણે આસામના લગભગ 15 લાખ લોકો પ્રભાવિત થયા છે. ધોધમાર વરસાદના કારણે હજારો ઈમારતોને નુકસાન થયું છે તો અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક સ્કૂલનો વીડિયો જાહેર કર્યો છે જે ઘણો ડરાવનારો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મૌરીગાંવ જિલ્લાના ટેંગાગુરી સ્થિત એક સ્કૂલ જોત-જોતામાં સેકન્ડોમાં બ્રહ્મપુત્ર નદીમાં સમાઈ ગઈ. 26 સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કૂલ પાણીની વહેણમાં કાગળની જેમ વહી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીની સાથે જ ધનસિરી, જિયા ભરાલી, પુતિમારી અને બેકી નદીઓ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

આ પણ વાંચો, નિષ્ઠુર માતાએ બે મહિનાના બાળકને મરવા માટે ઉંદરો વચ્ચે છોડી દીધુંઆસામમાં પૂરની સ્થિતિ સતત ગંભીર થતી જઈ રહી છે, ત્યારબાદ રાજ્યમાં સહાયતા માટે સેનાને બોલાવવામાં આવી છે. બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં પૂરના કારણે 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 21 જિલ્લાના લગભગ 8.7 લાખ લોકો પ્રભાવિત થયા છે. અધિકારી 11 જિલ્લામાં 68 રાહત શિબિર અને વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યા છે, જ્યાં 7643 લોકોએ શરણ લીધી છે.

આ પણ વાંચો, અંધશ્રદ્ધાના કારણે પૌત્રએ સાંકળોથી ઢોર માર મારી દાદા-દાદીની કરી ક્રૂર હત્યા
First published: July 14, 2019, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading