અમરાવતી : ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ (rain) વરસી રહ્યો છે. સતત વરસાદે (rain news)ઘણી તારાજી સર્જી છે. વરસાદના કારણે ઘણા સ્થાને જાનમાલના નુકસાનના સમાચાર છે. અમદાવાદમાં (Ahmedabad rain) વરસાદના કારણે ઓગણજમાં દીવાલ (wall collapsed in Ahmedabad) ધસી પડી છે. જેમાં પાંચ શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદે તબાહી મચાવી છે. આગામી 14-15 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. 16મી જુલાઈથી ધીમે ધીમે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈથી ફરીથી વરસાદી માહોલ જામશે. 24થી 30મી જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 24થી 26 જુલાઈ દરમિયાન દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. તારીખ 17 જુલાઈથી વરસાદ ઉત્તર પ્રદેશ તરફ જશે."
બીજી તરફ મહારાષ્ટ્રમાં વરસાદના કારણે બે માળની ઇમારત ધરાશાયી થઇ છે. અમરાવતીના ગાંધી ચૌકથી અંબા દેવી સડક પર 2 માળની ઇમારત ધરાશાયી થઇ છે. જોકે રાહતની વાત એ છે કે ઇમારત ધરાશાયી થઇ ત્યારે તેમાં કોઇ હાજર ન હતું. પહેલા થોડો ભાગ પડે છે જેના કારણે દુકાનમાંથી લોકો બહાર આવી જાય છે. આ પછી ઇમારત ધરાશાયી થાય છે. ધરાશાઇ થતી ઇમારતનો વીડિયો પણ સામે આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે દાદરાનગર દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, 14મી તારીખથી 15મીની સવાર સુધીમાં જૂનાગઢ, ગીર, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર