Home /News /national-international /દાદા મજૂર અને પિતા હતા કસાઇ! આજે પુત્ર છે Bugatti Chiron કાર ધરાવતો એકમાત્ર ભારતીય, કારની કિંમત જાણીને આંખો થઈ જશે ચાર!

દાદા મજૂર અને પિતા હતા કસાઇ! આજે પુત્ર છે Bugatti Chiron કાર ધરાવતો એકમાત્ર ભારતીય, કારની કિંમત જાણીને આંખો થઈ જશે ચાર!

તસવીર: mayurshree/Insta

Indian businessman Mayur Shree: સૌથી મહત્વની વાત એ છે કે આ કારની કિંમત એટલી વધારે છે કે સૌથી અમીર વ્યક્તિ પણ તેને ખરીદી શકતી નથી. આ જ કારણ છે કે મયુર શ્રી દુનિયાના એકમાત્ર એવા ભારતીય તરીકે ઓળખાય છે જેની પાસે 21 કરોડની બુગાટી ચિરોન સુપરકાર છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: શોખ એક મોટી વાત છે. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કોઇને કોઇ શોખ અવશ્ય હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે આ શોખને પગલે મોટા રજવાડાઓ વેચાઇ ગયા હતા. જોકે, આજે અમે તમને જે શોખીન વ્યક્તિની વાત કહેવા જઈ રહ્યા છીએ, તેણે પોતાનું રજવાડું વેચ્યું નથી. પરંતુ તેના આ શોખની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. અહીં વાત કરવામાં આવી છે મોંઘી અને લક્ઝરી કાર્સના શોખ (Luxury Car Collection) વિશે.

દુનિયાભરમાં ઘણા લોકો એવા છે, જેમને મોંઘીદાટ ગાડીઓ પોતાના ગેરેજમાં રાખવાનો શોખ હોય છે. આવા લોકો કાર પાછળ લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરતા પહેલા જરા પણ વિચારતા નથી. જો કે, દુનિયાભરમાં મોંઘીદાટ કાર્સનો આટલો ક્રેઝ હોવા છતાં કેટલીક એવી કાર્સ એવી પણ છે, જેને પોતાના કલેક્શનમાં સામેલ કરવી દરેક માટે શક્ય નથી. આમાંની એક કાર કંપની છે બુગાટી (Bugatti Chiron), જેની સુપરકાર જેટલી કમાલની છે તેટલી જ ખાસ છે. મોટી હસ્તીઓ પણ આ કંપનીની કાર સરળતાથી પરવડે તેમ નથી કારણ કે બુગાટી કારોની કિંમત 11-12 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.

વિશ્વનો એક માત્ર ભારતીય જેની પાસે છે આ કાર


પરંતુ આજે અમે તમને તેમની કાર્સના શોખ વિશે જણાવવા જઈ રહ્યા છીએ હવે વિશ્વ વિખ્યાત બની રહ્યું છે. અમેરિકામાં રહેતા મયુર શ્રી નામના ભારતીય મૂળના બિઝનેસમેન પાસે ઘણી લક્ઝરી કાર છે, પરંતુ આજકાલ તે પોતાની બુગાટી શિરોન સુપરકાર (Only Indian Business man to have Bugatti Chiron)ને લઇને ચર્ચામાં છે. જે વ્યક્તિ પાસે આ કારની કિંમત જેટલી પ્રોપર્ટી હોય છે તે પોતાને અમીર માને છે.

21 કરોડ રૂપિયા છે આ કારની કિંમત


સૌથી મહત્વની વાત એ છે કે આ કારની કિંમત એટલી વધારે છે કે સૌથી અમીર વ્યક્તિ પણ તેને ખરીદી શકતી નથી. આ જ કારણ છે કે મયુર શ્રી દુનિયાના એકમાત્ર એવા ભારતીય તરીકે ઓળખાય છે જેની પાસે 21 કરોડની બુગાટી ચિરોન સુપરકાર છે. જો કે વિદેશમાં ઘણા એવા ભારતીયો રહે છે જેમની પાસે બુગાટી વેરોન છે, પરંતુ આ કારની કિંમત મયુર શ્રીની બુગાટી શિરોન કરતા ઘણી ઓછી છે. આ કાર્સની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં મયુર શ્રી એકમાત્ર એવો એનઆરઆઈ છે, જેની પાસે 21 કરોડ રૂપિયાની બુગાટી શિરોન છે. મોટી વાત એ છે કે મયુર શ્રીએ આ કાર પોતાના માટે નહીં પરંતુ પોતાના પિતા માટે ખરીદી હતી. તેણે આ સુપરકાર પોતાના પિતાને ભેટમાં આપી હતી.


મયુર શ્રીના પૂર્વજો હતા ગુલામ


આજે અમેરિકામાં રહેતા મયુર શ્રી ભલે દક્ષિણ આફ્રિકામાં અબજોનો બિઝનેસ ધરાવતા હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના પૂર્વજો ગુલામ તરીકે કામ કરતા હતા. હા, 1860ના દાયકાની શરૂઆતમાં મયુરના પૂર્વજોને ભારતથી દક્ષિણ આફ્રિકા લાવવામાં આવ્યા હતા. તેઓ ગુલામી કરાર હેઠળ અહીં પહોંચ્યા હતા. આ પછી મયુર શ્રીના દાદા ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમના પિતાએ આફ્રિકાના એક કતલખાનાથી શરૂઆત કરી હતી. પરંતુ તેમની મહેનતના દમ પર આ પરિવાર હવે દક્ષિણ આફ્રિકા અને અમેરિકાના અમીર લોકોની યાદીમાં સામેલ થઇ ગયો છે.

શું બિઝનેસ કરે છે મયુર?


મયુર શ્રીનો પરિવાર કોલ્ડ સ્ટોરેજનો ધંધો કરે છે. પરિવારનું કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક ડરબનમાં ફેલાયેલું છે. પોતાના એક ઇન્ટરવ્યુમાં મયુરે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જેટલા ફળોની નિકાસ થાય છે, તે આખું તેમના જ કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસ નેટવર્કમાંથી પસાર થાય છે.

દક્ષિણ આફ્રિકામાં પોતાનો બિઝનેસ ફેલાવનાર મયુર શ્રીના પરિવારે અમેરિકામાં સ્થાયી થવાનું મન બનાવી લીધું હતું. આ માટે તેમને અમેરિકન નિયમો અનુસાર ઇબી-5 વિઝા મેળવવાના હતા. જે અંતર્ગત તેને અમેરિકન બિઝનેસમાં ઓછામાં ઓછા 5 લાખ ડોલરનું રોકાણ કરવું જરૂરી હતું. તેમજ ગ્રીન કાર્ડ મેળવવા માટે અહીં લોકોને રોજગારી આપવી પડતી હતી. આ માટે મયુર અને તેના પરિવારે અમેરિકાના પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણું રોકાણ કર્યું હતું.
View this post on Instagram


A post shared by Mayur Shree (@mayurshree)

મયુરની લક્ઝરી કારોનું કલેક્શન


મયુર પોતાની સંપત્તિ ઉપરાંત કારના શોખ માટે પણ જાણીતો છે. તેના ગેરેજમાં દુનિયાની સૌથી મોંઘી કાર બ્રાન્ડની કારના મોડલ જોવા મળશે. તેમાં રોલ્સ રોયસની ફેન્ટમ ડીએચસી, પીળા રંગની લેમ્બર્ગિની એવેન્ટાડોર કન્વર્ટિબલ, ખૂબ જ ઓછી સંખ્યામાં પ્રોડક્શન કરવામાં આવતી મેકલેરેન પી1 સ્પોર્ટ્સ કાર (જે મહત્તમ ઝડપ 350 કિ.મી./કલાકની છે), પોર્શ જીટી3 આરએસ, લેમ્બર્ગિનીની એવેન્ટાડોર, ઉરુસ અને મર્સિલાગો રોડસ્ટરનો સમાવેશ થાય છે.

શા માટે ખાસ છે બુગાટી શિરોન?


તાજેતરમાં જે બુગાટી શિરોનને લઇને મયુર શ્રી ચર્ચામાં છે તે સુપરકાર વિશ્વમાં માત્ર 100 લોકો પાસે જ છે. આ કારમમાં 8.0 લિટરનું ક્વાડ-ટર્બોચાર્જ્ડ W16 એન્જિન આવે છે, જે 1479 બીએચપી પાવર અને 1600 એનએમ ટોર્ક જનરેટ કરે છે, આ કારને વિશ્વની સૌથી મોંઘી અને સૌથી પાવરફુલ કાર માનવામાં આવે છે. 420 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપનારી આ કાર માત્ર 2.3 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
First published:

Tags: Business, Indian, એનઆરઆઇ, કાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन