ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવાર રાતે પાકિસ્તાનથી વાઘા બોર્ડર દ્વારા ભારત પરત ફર્યા. અટારી વાઘા બોર્ડર ક્રોસ કરતાં જ તેમને વાયુસેનાના હેલીકોપ્ટરથી દિલ્હી લાવવામાં આવ્યા. વાયુસેનાના નિયમ મુજબ શનિવારે વિંગ કમાન્ડરને ડીબ્રિફિંગ અને બગ સ્કેનિંગમાંથી પસાર થવું પડશે. આ દરમિયાન સેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારી તેમની પૂછપરછ કરશે. ત્યારબાદ મેડિકલ ચેકઅપ થશે.
ભારતીય વાયુસેનાના નિયમો મુજબ તેમને કેટલીક આકરી પરીક્ષામાંથી પસાર થવું પડશે. આ વિશે ન્યૂઝ18ને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) માટે કામ કરનારા સિનિયર અધિકારીથી વાત કરી છે.
અધિકારીએ કહ્યું કે, અભિનંદનને પરત ફર્યા બાદ અનેક પ્રકારની પરીક્ષાઓથી પસાર થવું પડશે. તે ચોક્કસ સારું નથી પરંતુ ઇન્ડિયન એરફોર્સ નિયમ-કાયદા કડક છે. તેમને યુદ્ધ દરમિયાન બીજા દેશમાં પકડાયા બાદ પરત ફરનારા ટેસ્ટમાંથી પસાર થવું જ પડશે. તેનો કોઈ વિકલ્પ નથી.
આ તપાસ પ્રક્રિયાઓમાંથી પસાર થશે વિંગ કમાન્ડર અભિનંદન
1. શનિવારે તેમને ડીબ્રિફિંગ થશે. આ દરમિયાન વાયુસેનાના અધિકારી તેમને પાકિસ્તાનમાં પસાર કરેલા સમયને લઈને પૂછપરછ કરશે. વાયુસેના ઇન્ટેલિજન્સની ડીબ્રીફિંગ ખૂબ જ આકરું હોય છે. ખાસ વાત એ છે કે વાયુસેના નિયમો મુજબ આ અનિવાર્ય છે. તેમાં જાણવામાં આવે છે કે દુશ્મને કેદ દરમિયાન તેમની પાસેથી કઈ-કઈ જાણકારીઓ મેળવી. એ વાતનો વિશ્વાસ આપવો પડશે કે દુશ્મન દેશની સેનાએ તેમને પોતાની સેનામાં સામેલ તો નથી કર્યા.
2. ત્યારબાદ વિંગ કમાન્ડરને અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જેમાં ફુલ બોડી ચેકઅપ સામેલ છે.
3. બાદમાં અભિનંદનનું સ્કેનિંગ થશે. જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે પાકિસ્તાની આર્મીએ ક્યાં તેમની પર કોઈ બગ તો નથી ફિટ કર્યા ને.
4. વિંગ કમાન્ડરનો સાઇોકલોજિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. કારણ કે તેઓ દુશ્મનની ધરતી પર એકલા પકડાયા હતા. તેમને ત્યાં બંદી તરીકે રાખવામાં આવ્યા. એ વાતની આશંકા છે કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત જાણકારીઓ માટે તેમને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવી હોઈ શકે છે. તેનાથી તેમને આઘાત લાગ્યો હોય. એ જાણવું જરૂરી હશે કે તેમની માનસિક સ્થિતિ હાલ કેવી છે?
5. આ ઉપરાંત વિંગ કમાન્ડરથી ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પણ અલગથી પૂછપરછ કરી શકે છે. જોકે, તેની શક્યતાઓ ઓછી લાગી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર