Home /News /national-international /ધારાસભ્યએ ગામ માથેથી હેલીકોપ્ટર ઉડાવ્યું; ડરના કારણે વાડામાં બાંધેલી ભેંસનું મોત, ખેડૂતે દોઢ લાખ માગ્યા

ધારાસભ્યએ ગામ માથેથી હેલીકોપ્ટર ઉડાવ્યું; ડરના કારણે વાડામાં બાંધેલી ભેંસનું મોત, ખેડૂતે દોઢ લાખ માગ્યા

પ્રતિકાત્મક ફોટો

હકીકતમાં કોહરાના ગામમાં રહેતા પશુ માલિક અને ખેડૂત બલવીરે બહરોડ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે. તેમનો દાવો છે કે, તેમની ભેંસ એક લાખ પચાસ હજાર રૂપિયાની હતી અને એકદમ સ્વસ્થ હતી.

    બહરોડ: રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલા બહરોડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બલજીત યાદવ અને એક પાયલટ વિરુદ્ધ તેમની જ વિધાનસભા વિસ્તારના રહેવાસી એક પશુ પાલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ તપાસમાં લાગી છે. ફરિયાદ અત્યંત હેરાન કરનારી છે. પશુ માલિકનું કહેવુ છે કે, ધારાસભ્યનું હેલીકોપ્ટર ઘર પરથી પસાર થયું અને તેના ડરથી ભેંસનું મોત થયું. આ ઘટના રવિવારની છે.

    આ પણ વાંચો: રાજસ્થાની ‘બાજરી ખીચડી’ આ રીતે બનાવો ઘરે, નોંધી લો સરળ રેસિપી

    ખેડૂતની માગ- સરકાર ભેંસ પાછી આપે અથવા તો દોઢ લાખ રૂપિયા આપે


    હકીકતમાં કોહરાના ગામમાં રહેતા પશુ માલિક અને ખેડૂત બલવીરે બહરોડ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી છે. તેમનો દાવો છે કે, તેમની ભેંસ એક લાખ પચાસ હજાર રૂપિયાની હતી અને એકદમ સ્વસ્થ હતી. રવિવારે વાડામાં બાંધેલી ભેંસની ઉંપરથી ફક્ત 10 કે 15 ફુટે વિમાન પસાર થયું, હેલીકોપ્ટરના અવાજથી ભેંસ ભડકી અને ડરના કારણે તેનું મોત થઈ ગયું. હવે ગામલોકોનું કહેવુ છે કે, સરકાર કાંતો ભેંસ લાવી આપે અથવા તો દોઢ લાખ રૂપિયા આપે. આ બાજૂ પોલીસનું કહેવુ છે કે, હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. તે આવ્યા બાદ જ ખબર પડશે કે, ભેંસનું મોત કેવી રીતે થયું. પાયલટ અને અન્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

    ધારાસભ્યએ પુષ્પવર્ષા કરાવવા માટે હેલીકોપ્ટર ઉડાવ્યું હતું


    આ બાજૂ આ કાર્યક્રમ ધારાસભ્ય બલજીત યાદવ તરફથી રાખવામાં આવ્યો હતો. યાદવ બહોડથી ધારાસભ્ય છે. તેમનું કહેવુ છે કે, ચાર વર્ષ દરમિયાન જનતાએ સાથે આપ્યો, વિકાસ કામ કર્યા, તેમનો આભાર વ્યક્ત કરવા માટે ગામ માથે પુષ્પવર્ષા કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેટલાય ગામોમાં રવિવારે હેલીકોપ્ટરથી ફુલ વરસાવ્યા હતા. આગળ પણ આ પ્રકારના કાર્યક્રમો થતાં રહેશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Alwar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन