Home /News /national-international /સંસદમાં આજથી બજેટનો બીજો તબક્કો શરૂ, નાણા મંત્રી જમ્મૂ કશ્મીરનું બજેટ રજૂ કરશે

સંસદમાં આજથી બજેટનો બીજો તબક્કો શરૂ, નાણા મંત્રી જમ્મૂ કશ્મીરનું બજેટ રજૂ કરશે

બજેટ સત્રનો બીજો તબક્કો 8 એપ્રિલ સુધી ચાલશે. (Photo Social Media)

બજેટ સત્રનો બીજો તબક્કો (2nd Part of Budget Session)માં સરકારનાં એજન્ડામાં બજેટ પ્રસ્તાવ પર મંજૂરી અને જમ્મૂ કાશ્મીરનાં બજેટ (Jammu Kashmir Budget) મુખ્ય રહેશે. વિપક્ષી દળ વધતી બેરોજગારી, કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દરમાં ઘટાડો અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલાં ભારતીયોને ત્યાં કેમ જવું પડે છે તે મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસનું કહેવું છે કે, પાર્ટી સમાન વિચારધારાવાળા રાજનીતિક દળનાં સમન્વયથી કામ કરશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: સંસદનાં બજેટ સત્રનાં બીજા તબક્કા (2nd part of budget session) આજે સોમવારથી શરૂ થસે. કોવિડ-19 સંબંધી પરિસ્થિતિમાં સુધારો આવવાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પૂર્વાન્હ 11 વાગ્યાની સાથે સાથે ચાલશે. સરકારે તેમનાં એજન્ડામાં બજેટ પ્રસ્તાવો માટે સંસદની મંજૂરી લેવાં અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કશ્મીર માટે બજેટ રજૂ કરવાંને મહત્વ આપ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જમ્મૂ-કશ્મીર (Jammu Kashmir Budget) માટે સોમવારે નાણાકિય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. તેનાં પર બપોરનાં ભોજન બાદ કાર્યવાહી દરમિયાન સદનમાં ચર્ચા થઇ શકે છે.

  વિપક્ષી પાર્ટીઓ સત્ર દરમિયાન વધતી બેરોજગારી, કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દરમાં ઘટાડો અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સરકારે બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (સુધારા) બિલને લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે પણ સૂચિબદ્ધ કર્યું છે. સંસદ સત્રનો બીજો તબક્કો એવા સમયે શરૂ થશે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર અને પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) વિધાનસભા ચૂંટણી જીતી છે.

  આ પણ વાંચો-કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્ રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય

  પ્રથમ સત્ર 29 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું
  બજેટ સત્રના પ્રથમ તબક્કામાં 29 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે અલગ-અલગ પાળીમાં ચલાવવામાં આવી હતી. 29 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે શરૂ થયેલા સત્રમાં પ્રથમ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. તેને નાણામંત્રી સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચા સાથે તે સમાપ્ત થયું. સત્રનો બીજો તબક્કો 8 એપ્રિલ સુધી ચાલશે.
  " isDesktop="true" id="1188717" >

  આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના નિવાસસ્થાને કોંગ્રેસની સંસદીય રણનીતિ સમિતિની બેઠક બોલાવી હતી. બજેટ સત્ર દરમિયાન સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો સાથે સંકલનમાં રહીને કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, આ સત્રમાં યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર, મોંઘવારી, બેરોજગારી, કામદારોનો મુદ્દો, ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. વિપક્ષી પાર્ટીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અંગે સરકાર પાસે નિવેદનની માંગ કરે તેવી શક્યતા છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Jammu Kashmir, બજેટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन