નોટબંધી સરકારનો સારો નિર્ણય, લોકોનો સરકાર પર વિશ્વાસ વધ્યોઃ રાષ્ટ્રપતિ

રામનાથ કોવિંદ

આશા રાખવામાં આવી રહી છે કે સરકાર આ બજેટમાં સમાજના વિવિધ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી થઈ હતી. તેમણે સંસદના સેન્ટ્રલ હોલમાંથી બંને ગૃહને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, "કાળું નાણું અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા સરકારના અભિયાન માટે નોટબંધીનો નિર્ણય મહત્વપૂર્ણ હતો. આ નિર્મયથી કાળા નાણાની સમાંતર અર્થવ્યવસ્થા પર પ્રહાર કરવામાં આવ્યો હતો અને એવું નાણું જે વ્યવસ્થાથી બહાર હતું તેને દેશના અર્થતંત્ર સાથે જોડવામાં આવ્યું હતું.

  સત્ર શરૂ થયા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, "આજે દેશમાં જાગૃત્તિ આવી છે. હું આશા રાખું છું કે સાંસદો ચર્ચામાં ભાગ લે અને ગૃહને ફાયદો કરાવે. સૌના સાથ અને સૌના વિકાસ માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છીએ."

  બીજી તરફ બજેટ સત્ર દરમિયાન વિપક્ષ રાફેલ વિમાન સોદો, ખેડૂતો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુારીથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલશે. વર્તમાન સરકારનું આ અંતિમ સંસદ સત્ર હશે.

  નાણા મંત્રી પીયૂષ ગોયલ શુક્રવારે વચગાળાનું બજેટ રજુ કરશે. આશા રાખવામાં આવી રહી છે કે સરકાર આ બજેટમાં સમાજના વિવિધ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી શકે છે. આ બજેટ એવા સમયે રજુ કરવામાં આવી રહ્યું છે જ્યારે વર્તમાન ભાજપા સરકાર એપ્રિલ-મેમાં યોજનારી લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યું છે.

  સત્ર દરમિયાન સરકાર નાગરિકતા વિધેયક, ત્રણ તલાક વિધેયક જેવા વિવાદાસ્પદ બિલ પાસ કરવાનો પ્રયાસ કરશે. આ બિલને વિપક્ષોએ ખૂબ વિરોધ કર્યો છે. નાગરિકતા બિલ પર ભાજપના સાથે રહેલા જદયૂએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

  આ પણ વાંચો : Budget 2019: શુક્રવારે જનરલ બજેટ નહીં, વચગાળાનું બજેટ જ રજૂ થશે

  સરકારના એજેન્ડામાં ધ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ(અમેન્ડમેન્ટ) બિલ 2017 પણ છે, જેના આધારે NRIને મતદાનનો અધિકાર આપવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય મેડિકલ કાઉન્સિલ બિલ પણ સરકારના એજેન્ડામાં છે.

  નાગરિક સંશોધન બિલ રાજ્યસભામાં પાસ નથી થયું. વિપક્ષ આમાંથી બાંગ્લાદેશનું નામ હટાવવાની માંગણી કરી રહ્યું છે, જેના શરણાર્થીઓ નાગરિકતા માટે આવેદન કરવા માટે લાયક બની જશે. શિયાળું સત્રમાં આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: