Home /News /national-international /Budget Session પહેલા જ સર્વપક્ષીય બેઠકમાં Pegasusનો મુદ્દો ગુંજ્યો

Budget Session પહેલા જ સર્વપક્ષીય બેઠકમાં Pegasusનો મુદ્દો ગુંજ્યો

સર્વપક્ષીય બેઠકમાં અનેક પક્ષોએ પેગાસસ (Pegasus)નો મુદ્દો ઉઠાવ્યો

બજેટ સત્ર (Budget Session)ના એક દિવસ પહેલા સોમવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં 25 પક્ષોએ ભાગ લીધો હતો. જેમા અનેક પક્ષોએ પેગાસસ (Pegasus)નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

બજેટ સત્ર (Budget Session)ના એક દિવસ પહેલા સોમવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં 25 પક્ષોએ ભાગ લીધો હતો. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી (Parliamentary Affairs Minister Prahlad Joshi)એ આ માહિતી આપી. તેમણે કહ્યું,‘દરેક વ્યક્તિએ બેઠકમાં પોત-પોતાના સૂચનો મૂક્યા હતા. સરકાર વતી તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે બજેટ સત્રના પહેલા ભાગમાં રાષ્ટ્રપતિના સંબોધન અને બજેટને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.’ બેઠકમાં અનેક પક્ષોએ પેગાસસ (Pegasus)નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

પ્રહલાદ જોશીએ કહ્યું, ઘણા પક્ષોએ પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો. અમે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી આ મામલાની તપાસ કરી રહી છે અને બજેટ સત્રના પહેલા ભાગમાં માત્ર બજેટ સંબંધિત મુદ્દા ઉઠાવવા જોઈએ.’ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સરકાર તરફથી કહ્યું કે બજેટ સત્રના પહેલા ભાગમાં માત્ર રાષ્ટ્રપતિનું સંબોધન અને બજેટ રજૂ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, જો ગૃહને સુચારુ રૂપે ચલાવવામાં સહકાર આપવામાં આવે તો અમે સત્રના બીજા ભાગમાં અન્ય તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છીએ. તમામ નેતાઓએ કહ્યું છે કે અમે ચર્ચામાં સામેલ થવા માંગીએ છીએ. આ ગૃહ સરળતાથી ચાલશે એવી મને આશા છે.’

આ પણ વાંચો- Pegasus અને Missile System ભારત-ઇઝરાયલ ડીલના કેન્દ્રમાં હતીઃ US મીડિયાનો દાવો

જણાવી દઇએ કે, ગત વર્ષે લોકોની દેખરેખ માટે ટાર્ગેટ કરવા માટે ભારતમાં ઇઝરાયેલના સ્પાયવેર પેગાસસના ઉપયોગને લઈને વિવાદ ઉભો થયો હતો. ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે 3-સદસ્યોની સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરી હતી. જેમા કહ્યું હતું કે સરકાર જ્યારે પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ હોય ત્યારે પ્રશ્નોને ટાળી શકતી નથી.
First published:

Tags: Budget 2022, Pegasus, Pegasus Spyware