Home /News /national-international /PM MODI: હું ગુજરાતમાં હતો ત્યારે કેન્દ્રએ ઘણાં અત્યાચાર કર્યા હતા

PM MODI: હું ગુજરાતમાં હતો ત્યારે કેન્દ્રએ ઘણાં અત્યાચાર કર્યા હતા

મોદી LIVE

PM MODI: હું ગુજરાતમાં હતો, દિલ્હી સરકાર દ્વારા મારી પર કેવા અત્યાચારો થયા, ઈતિહાસ સાક્ષી છે, મારી સાથે શું શું થયું, ગુજરાત સાથે શું થયું. પણ એ ગાળામાં પણ હું એક જ વાત કહેતો હતો કે ગુજરાતનો વિકાસ દેશના વિકાસ માટે છે. દિલ્હીમાં કોની સરકાર છે તે વિચારીને તેઓ ચાલતા ન હતા.

વધુ જુઓ ...
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનનાં આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં જવાબ આપી રહ્યા છે. સંસદના બજેટ સત્રનો આ સાતમો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભાજપે ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને રાજ્યસભાનાં સભ્યોને 8 ફેબ્રુઆરીએ ગૃહમાં હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા જણાવ્યું હતું.

    મારા પર ઘણા અત્યાચાર થયા – PM મોદી
    કેન્દ્ર અને રાજ્યોને જવાબ આપતા PM નરેન્દ્ર મોદીએ ભૂતકાળની ઘણી રાજકીય ઘટનાઓ ગણાવી પીએમએ કહ્યું કે જ્યારે રાજ્યો પ્રગતિ કરે છે ત્યારે દેશ આગળ વધે છે. આ સાથે તેમણે પોતાના મુખ્યમંત્રી કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે, હું ગુજરાતમાં હતો, દિલ્હી સરકાર દ્વારા મારી પર કેવા અત્યાચારો થયા, ઈતિહાસ સાક્ષી છે, મારી સાથે શું શું થયું, ગુજરાત સાથે શું થયું. પણ એ ગાળામાં પણ હું એક જ વાત કહેતો હતો કે ગુજરાતનો વિકાસ દેશના વિકાસ માટે છે. દિલ્હીમાં કોની સરકાર છે તે વિચારીને તેઓ ચાલતા ન હતા.

    " isDesktop="true" id="1177337" >

    રાજ્યસભામાં PM મોદીનું ભાષણ
    પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી છે અને માનવજાતે છેલ્લા 100 વર્ષમાં આટલું મોટું સંકટ જોયું નથી. અત્યારે પણ આ સંકટ નવા રૂપમાં આફતો લાવી રહ્યું છે. આખી દુનિયા આની સાથે સંઘર્ષ કરી રહી છે. પરંતુ આજે સમગ્ર વિશ્વમાં ભારતના કાર્યોની પ્રશંસા થઈ રહી છે.
    લોકસભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર ઘમંડનો આરોપ લગાવ્યો હતો. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરતી એક કવિતા પણ કહી.



    વિપક્ષે મોંઘવારીનાં સવાલ પર મોદીએ કહ્યું કે,-
    વિપક્ષે મોઘવારી મુદ્દે સવાલ કર્યો તો પ્રધાનમંત્રીએ અમેરિકા બ્રિટન સહિત 19 દેશમાં વ્યાપ્ત મોંઘવારીની સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોના કાળ છતા અમે દેશમાં મોઘવારી રોકવાનો પ્રયાસ કર્યો છે. PM મોદીએ કહ્યું કે, UPAનાં સમયમાં મોધવારી ડબલ ડિજિટમાં હતી તે સમયે મોંઘવારી ચરમ પર હતી. અમે મોંઘવારીને એક હદ સુધી રોકવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, 'અલગઅલગ મંત્રાલયોનાં PLI સ્કીમમાં દેશમાં મેન્યુફેક્ચરિંગને બળ મળ્યું. ભારત હવે લીડિંગ મોબાઇલ મેન્યુફેક્ચરર બની ગયો છે. એક્સપોર્ટમાં પણ તેનું યોગદાન વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ કોરોના કાળમાં 5 કરોડ નળથી જળ પહોંચાડવાનું કાર્ય કરી અમે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.'



    મોદીએ કહ્યું, ‘જ્યારે તેઓ દિવસને રાત કહે છે, તો તરત જ સંમત થાય છે, જો તેઓ નહીં માને તો તેઓ દિવસ દરમિયાન માસ્ક પહેરશે. જરૂર પડ્યે તેઓ વાસ્તવિકતાને થોડું ટ્વિસ્ટ કરશે, તેમને પોતાના પર ગર્વ છે, તેમને અરીસો ન બતાવશો, તેઓ અરીસો પણ તોડી નાખશે.



    પીએમ મોદીએ રોજગાર પર કહ્યું કે 2021માં એક કરોડ 20 લાખ લોકો EPFO સાથે જોડાયેલા છે, આ બધી ઔપચારિક નોકરીઓ છે. તેમાંથી 65 લાખ 18-25 વર્ષની વયજૂથના છે એટલે કે આ લોકોએ પહેલીવાર જોબ માર્કેટમાં પ્રવેશ કર્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Celtral, Gujarat News, PM MODI in Rajysabha

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन