Home /News /national-international /કૃષિ કાયદાઓથી ખેડૂતોને નુકસાન નહીં થાય, લાલ કિલ્લા પર થયું તે દુર્ભાગ્યપૂર્ણ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

કૃષિ કાયદાઓથી ખેડૂતોને નુકસાન નહીં થાય, લાલ કિલ્લા પર થયું તે દુર્ભાગ્યપૂર્ણ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં ત્રણ કૃષિ કાયદા, ખેડૂત આંદોલન અને 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો

રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં ત્રણ કૃષિ કાયદા, ખેડૂત આંદોલન અને 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો

  નવી દિલ્હીઃ નવા દશકમાં સંસદના પહેલું બજેટ સત્ર (Budget Session 2021) શુક્રવારે શરૂ થયું. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)ના અભિભાષણથી સત્રની કાર્યવાહીની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ ત્રણ કૃષિ કાયદા (New Agri Laws), ખેડૂત આંદોલન (Farmers Protest) અને 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલી હિંસા (Red Fort Violence)નો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે તિરંગા (National Flag) અને ગણતંત્ર દિવસ (Republic Day) જેવા પવિત્ર દિવસનું અપમાન સહન નથી.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણના મહત્ત્વના અંશો...

  >> રાષ્ટ્રપતિએ કહ્યું કે, કૃષિને વધુ લાભકારી બનાવવા માટે મારી સરકાર આધુનિક કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. તેના માટે એક લાખ કરોડ રૂપિયાનું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની શરૂઆત કરવામાં આવી છે.

  >> રાષ્ટ્રપતિએ આ ઉપરાંત કહ્યું કે, છેલ્લા થોડાક દિવસોમાં થયેલા તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદનો અધિકાર આપે છે, તે જ બંધારણ આપણને શીખવાડે છે કે કાયદો અને નિયમનું પણ એટલું જ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.

  >> ત્રણ નવા કૃષિ કાયદા (New Agri Laws) બનાવતા પહેલા જૂની વ્યવસ્થાઓ હેઠળ જે અધિકાર હતા તથા જે સુવિધાઓ હતી, તેમાં કોઈ ઘટાડો નથી કરવામાં આવ્યો. પરંતુ આ કૃષિ સુધારાઓના માધ્યમથી સરકારે ખેડૂતો (Farmers) ને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ નવા અધિકાર પણ આપ્યા છે.

  આ પણ વાંચો, સરકારની વિરુદ્ધ અન્ના હજારે 30 જાન્યુઆરીથી રાલેગણ સિદ્ધિમાં કરશે આમરણ ઉપવાસ, સમર્થકોને કરી આ અપીલ

  >> રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણા માટે ગર્વની વાત છે કે આજે ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન ચલાવી રહ્યું છે. આ કાર્યક્રમની બંને વેક્સીન ભારતમાં જ નિર્મિત છે. સંકટના આ સમયમાં ભારતે માનવતા પ્રત્યે પોતાના દાયિત્વનું નિર્વહન કરતાં અનેક દેશોને કોરોના વેકસીનના લાખો ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે.

  >> રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, મહામારીની વિરુદ્ધ આ લડાઈમાં આપણે અનેક દેશવાસીઓને અસમય ગુમાવ્યા પણ છે. આપણા સૌના પ્રિય અને મારા પૂર્વવર્તી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પણ કોરાના કાળમાં થયું. સંસદના 6 સભ્ય પણ કોરોનાના કારણે અસમય આપણને છોડીને જતા રહ્યા. હું તમામ પ્રત્યે મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

  આ પણ વાંચો, ટિકૈતના આંસુઓએ બદલ્યો ખતમ થઈ રહેલા આંદોલનનો માહોલ, મુજફ્ફરનગરમાં આજે મહાપંચાયત
  " isDesktop="true" id="1067837" >

  >> રાષ્ટ્રપતિએ કહ્યું કે, આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારતમાં નિર્માણ સુધી જ સીમિત નથી, પરંતુ તે ભારતના દરેક નાગરિકનું જીવન સ્તર ઉપર લાવવા તથા દેશનો આત્મવિશ્વાસ વધારવાનું પણ અભિયાન છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Budget Session 2021, Farmers Protest, Parliament, Ram Nath Kovind, Union Budget 2021, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन