Home /News /national-international /Budget 2023 : ઇન્કમ ટેક્સ સ્લેબની લિમિટ વધી શકે, બજેટમાં એનર્જી, ફાર્મા અને રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રમાં થઈ શકે છે મોટી જાહેરાતો

Budget 2023 : ઇન્કમ ટેક્સ સ્લેબની લિમિટ વધી શકે, બજેટમાં એનર્જી, ફાર્મા અને રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રમાં થઈ શકે છે મોટી જાહેરાતો

ફાઇલ તસવીર

BUDGET 2023 ANNOUNCEMENT: નાણાકીય ક્ષેત્રને કેન્દ્રીય બજેટ 2023-24 પાસેથી મોટી આશાઓ છે. મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક financial inclusionને આ બજેટમાં નવું ઈંધણ જરૂરી છે.

  મોદી 2.0 સરકારનું 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ અંતિમ પૂર્ણ બજેટ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે આ સંપૂર્ણ બજેટમાં સમાજના દરેક વર્ગ અને દરેક જરૂરિયાતને પહોંચી વળવા માટેના સૌથી મોટા પડકારો હશે.

  આવકવેરા મુક્તિ મર્યાદા...

  જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે, આ વર્ષે બજેટમાં આવકવેરાદાતાઓને રાહતની અપેક્ષા છે. 2014માં બેઝિક મુક્તિ મર્યાદા રૂ. 2.5 લાખની નક્કી કરવામાં આવી હતી અને હવે તેમાં સુધારાની જરૂર છે. આ એક્સમ્શન લિમિટ વધારીને 4 લાખ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. આ રાહત ‘No exemption Regime’માં આપવામાં આવે તેવી શક્યતા છે.

  તેમણે ઉમેર્યું કે બીજી અપેક્ષા છે કે કેપિટલ ગેઇન્સ ટેક્સ પ્રણાલીને તર્કસંગતીકરણ એ બીજી અપેક્ષા છે. વર્તમાન સિસ્ટમ વિવિધ Tax Rate અને વિવિધ રોકાણો માટે હોલ્ડિંગ સમયગાળા સાથે જટિલ છે, જેને સરળ બનાવવા જરૂરી છે.

  બજેટ 2023: જન ધન 2.0…

  નાણાકીય ક્ષેત્રને કેન્દ્રીય બજેટ 2023-24 પાસેથી મોટી આશાઓ છે. મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક financial inclusionને આ બજેટમાં નવું ઈંધણ જરૂરી છે. આ બજેટના કેન્દ્રબિંદુમાં ઇનોવેશન-ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ઈન્કલુઝનના અમારા ફ્લેગશિપ મોડલની પરિકલ્પના કરવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)નો નવો તબક્કો જાહેર થાય.

  રિયલ એસ્ટેટની આશાઓ ...

  સેન્ટ્રલ પાર્કના સીએમડી અમરજીત બક્ષીએ જણાવ્યું હતું કે, “બજેટ 2023માં ઘર ખરીદીને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાઉસિંગ લોન પરના વ્યાજ માટે ટેક્સ ડિડકશનની મર્યાદા તમામ ઘર ખરીદનારાઓ માટે વાર્ષિક 2 લાખની વર્તમાન મર્યાદાથી વધારીને રૂ. 5 લાખ કરવા પર વિચાર કરવો જોઈએ.

  એનર્જી સેક્ટરને સહકાર...

  ગૌતમ સોલરના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ મોહંકાએ જણાવ્યું કે, સમગ્ર રીન્યૂએબલ ઉર્જા ક્ષેત્રે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા અને બજેટ 2022 દરમિયાન એકંદરે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના દેશના પ્રયાસ તરફ એક પગલું હતુ અને હવે તેને બજેટ 2023માં વધુ આશા છે. ખાસ કરીને MSME સેક્ટરનો સમાવેશ કરવા માટે પીએલઆઈ સ્કીમની રાહ જોવાઈ રહી છે.
  " isDesktop="true" id="1329654" >

  ધૂંધળા વાતાવરણમાં સ્ટાર્ટઅપ્સને સહકાર...

  2023ના બજેટમાં PE અને VC ફંડ્સને રોકાણ કરવા તેમજ તેમના રોકાણમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે તેવા ફિન-ટેક સ્ટાર્ટ-અપ્સ પર ભાર અને પ્રોત્સાહન આપવું જોઈએ.

  મનરેગાનો આધાર વ્યાપક બનાવો...

  સરકારની ફ્લેગશીપ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MNREGS) હેઠળ નોંધાયેલા દરેક પરિવારને 100 દિવસનું કામ પૂરું પાડવા માટે સરકારે આગામી બજેટમાં લગભગ રૂ. 1.8 લાખ કરોડ ખર્ચવા પડશે. સરકાર આમ મનરેગાનો આધાર વ્યાપ વધારીને ગ્રામીણ રોજગારીને સહાય આપવી પડશે.

  " isDesktop="true" id="1329654" >

  ફાર્માને બૂસ્ટર ડોઝની જરૂર

  કેન્દ્રીય બજેટ 2023-24 પહેલા ફાર્માસ્યુટિકલ સેક્ટરે વ્યાપક સંશોધન અને વિકાસ નીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હેલ્થકેરમાં R&D માટે લાંબા સમય સુધી નોંધપાત્ર રોકાણની જરૂરની માંગણી કરી છે. 'ડિસ્કવર એન્ડ મેક ઇન ઇન્ડિયા' સાથે ફાર્મા ક્ષેત્રને R&Dમાં મદદની સરકાર પાસે આશા છે.
  First published:

  Tags: Budget 2023, Budget News, FM Nirmala sitharaman

  विज्ञापन