Home /News /national-international /બજેટ 2023: નવા EVM મશીન ખરીદવા માટે બજેટમાં સરકારે ફાળવ્યા 1900 કરોડ રૂપિયા

બજેટ 2023: નવા EVM મશીન ખરીદવા માટે બજેટમાં સરકારે ફાળવ્યા 1900 કરોડ રૂપિયા

(પ્રતિકાત્મક તસવીર)

એક કંટ્રોલ યૂનિટ અને કમ સે કમ એક બેલેટ યૂનિટથી એક ઈવીએમ બને છે. આ વર્ષે યોજાનારી કેટલીય વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા, કેન્દ્રીય મંત્રીમંડળે ગત મહિને ચૂંટણી પંચ માટે વધારાના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ખરીદી માટે ફંડ માટે કાનૂન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કેન્દ્રીય કાનૂન મંત્રાલયે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરીદવા માટે કેન્દ્રીય બજેટમાં લગભગ 1900 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ચૂંટણી પંચે ઈવીએમની ખરીદી માટે 1891.78 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ જોગવાઈ બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ અને વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ યૂનિટની ખરીદી અને ઈવીએમ પર સહાયક વ્યય અને અપ્રચલિત ઈવીએમ નષ્ટ કરવા માટે ચૂંટણી પંચે ફંડ એકઠુ કરવા માટે કર્યું છે.

આ પણ વાંચો: Union Budget 2023: અલ્પસંખ્યક મંત્રાલયના બજેટ પર મોદી સરકારે કાતર મુકી, 40 ટકા કાપ મુક્યો

એક કંટ્રોલ યૂનિટ અને કમ સે કમ એક બેલેટ યૂનિટથી એક ઈવીએમ બને છે. આ વર્ષે યોજાનારી કેટલીય વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા, કેન્દ્રીય મંત્રીમંડળે ગત મહિને ચૂંટણી પંચ માટે વધારાના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ખરીદી માટે ફંડ માટે કાનૂન મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

સૂત્રોએ ત્યારે કહ્યું હતું કે, એક જ પ્રકારની અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન, જે હાલમાં ઉપયોગમાં છે, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડથી ખરીદવામાં આવશે. આ બે એવા સાર્વજનિક ઉપક્રમ છે, જે ઈવીએમની શરુઆતથી તેનું નિર્માણ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, મતદારો અને મતદાન કેન્દ્રોની સંખ્યામાં વધારાની સાથે વધારે મશીનની જરુરિયાત પડશે.


તેમણે કહ્યું હતું કે, જે ઈવીએમ પોતાનો સમય પુરો કરી લે છે અને જે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, તેમને પણ બદલવાની જરુર છે. વર્ષ 2004થી અત્યાર સુધીમાં ચાર લોકસભા અને 139 વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થઈ ચુક્યો છે. કાનૂન મંત્રાલયમાં વિધાયી વિભાગ ઈવીએમ, ચૂંટણી કાનૂન અને સંબંધિત નિયમો સહિત ચૂંટણી પંચ સંબંધિત મુદ્દાના નિવારણ માટે નોડલ એજન્સી છે.
First published:

Tags: Budget 2023, ઇવીએમ