Home /News /national-international /Budget 2022: ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ શું છે, જેના માટે બજેટમાં છે વિશેષ જોગવાઈઓ

Budget 2022: ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ શું છે, જેના માટે બજેટમાં છે વિશેષ જોગવાઈઓ

નાણામંત્રીએ કેન્દ્રીય બજેટમાં 100 કાર્ગો ટર્મિનલ (Cargo Terminal)ની જોગવાઈ કરી છે. (ફોટો: Wikimedia Commons)

કેન્દ્રીય બજેટ 2022 (Union Budget 2022)માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે (field of infrastructure) મોટી જાહેરાત કરતાં દેશભરમાં 100 શક્તિ કાર્ગો ટર્મિનલ (Cargo Terminals) બનાવવાની વાત કરી છે.

કેન્દ્રીય બજેટ 2022 (Union Budget 2022)માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી દૂરગામી યોજનાઓની જાહેરાત કરી છે. આ બજેટની ખાસ વાત એ છે કે તેમાં કોઈ લોકલાભ આપનારી યોજનાની જાહેરાત કરવામાં આવી નથી કે ન તો આવકવેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે (field of infrastructure) મોટી જાહેરાત કરતાં દેશભરમાં 100 શક્તિ કાર્ગો ટર્મિનલ (Cargo Terminals) બનાવવાની વાત કરવામાં આવી છે. આ કામ માટે સમય મર્યાદા નક્કી કરતી વખતે સરકારે કહ્યું છે કે તમામ ટર્મિનલ 3 વર્ષમાં બનાવવામાં આવશે.

શું હોય છે કાર્ગો ટર્મિનલ

દેશની આયાત-નિકાસ વ્યવસ્થા માટે કાર્ગો સુવિધા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કાર્ગો (અથવા ફ્રેટ) શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે વ્યાપારી લાભ માટે જહાજો, વિમાન, ટ્રેન, ટ્રક વગેરે દ્વારા વહન કરવામાં આવતા માલસામાન માટે થાય છે. આ માલસામાનની હેરફેર એક મોટો મુદ્દો છે, આ માટે એરપોર્ટ પર ખાસ પ્રકારના ટર્મિનલ્સની જરૂર હોય છે જેથી કાર્ગોની અવરજવર સરળતાથી થઇ શકે.

એક ખાસ માસ્ટર પ્લાન

નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ સુવિધાઓ માટે 100 પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. ગતિ શક્તિ એ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન છે જે મલ્ટીમોડલ કનેક્ટિવિટી માટેનું એક વિશેષ ડિજિટલ પ્લેટફોર્મ છે જે ગયા વર્ષે વડાપ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

વિશેષ ડિજિટલ પ્લેટફોર્મ

ગતિ શક્તિ એ એક એવુ મંચ છે છે જે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિંકિંગ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે જરૂરી સંકલિત આયોજન અને સંકલન માટે રેલ અને માર્ગ પરિવહન સહિત 16 મંત્રાલયોને એકસાથે લાવે છે. નાણામંત્રીનું કહેવુ છે કે પીએમ ગતિ શક્તિ સાત અલગ-અલગ એન્જિનો દ્વારા ચલાવવામાં આવે છે જે રોડ, રેલ, એરપોર્ટ, બંદર, જાહેર પરિવહન, જળમાર્ગો અને લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

આ પણ વાંચો- Budget 2022: મોબાઈલની જેમ ઘરે-ઘરે ડ્રોન હશે, જાણો નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સંપૂર્ણ યોજના

નાણામંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ પાવર ટ્રાન્સમિશન, આઈટી કોમ્યુનિકેશન, વોટર સપ્લાય અને સીવર મેનેજમેન્ટના સહયોગથી ચાલશે જે રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાઈપલાઈનમાં છે જેની સાથે આ સાત એન્જિન નજીકથી જોડાયેલા છે. આ માસ્ટર પ્લાનની વિશેષતા એ છે કે તેમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિકલ સિનર્જી અને આ પ્રોજેક્ટ્સની સ્થિતિ હશે.

આ પણ વાંચો- Budget 2022: ટેક્સમાં રાહતના પ્રશ્ન પર નિર્મલા સીતારમણે કહ્યું- 'પીએમનો આદેશ હતો કે...'

રસ્તાનો વિકાસ

એક્સપ્રેસ વે માટે પીએમ શક્તિ માસ્ટર પ્લાન વર્ષ 2022-23માં તૈયાર થઈ જશે. જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો અને માલસામાનની અવરજવર ઝડપી થશે. આ અંતર્ગત વર્ષ 2022-23માં રાષ્ટ્રીય માર્ગ નેટવર્કને 25000 કિલોમીટર સુધી વિસ્તરણ કરવામાં આવશે અને તેમાં 20 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.
First published:

Tags: Budget 2022, FM Nirmala sitharaman, India economy