Home /News /national-international /

Budget 2022: 7.5 લાખથી 15 લાખ સુધીની કમાણી પર પણ TAX બચાવી શકો છો, જાણો સંપૂર્ણ વિગતો

Budget 2022: 7.5 લાખથી 15 લાખ સુધીની કમાણી પર પણ TAX બચાવી શકો છો, જાણો સંપૂર્ણ વિગતો

Income Tax કાયદા હેઠળ તમને જીવન વીમા પૉલિસી, હોમ લોનનું વ્યાજ અને મુદ્દલ, રોકાણ, એફડી અથવા આવા ડઝનેક વિકલ્પો દ્વારા તમે કર મુક્તિનો લાભ મેળવી શકો છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) બજેટ 2022 (Budget 2022)માં કરદાતાઓને કોઈ સીધી છૂટ ભલે આપી ન હોય, પરંતુ પહેલેથી જ જારી કરાયેલ આવકવેરામાં છૂટનો લાભ લઈને તમે આવકવેરામાં મોટી બચત કરી શકો છો.

    નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) બજેટ 2022 (Budget 2022)માં કરદાતાઓને કોઈ સીધી છૂટ ભલે આપી ન હોય, પરંતુ પહેલેથી જ જારી કરાયેલ આવકવેરામાં છૂટનો લાભ લઈને તમે આવકવેરામાં મોટી બચત કરી શકો છો.

    ખરેખરમાં Income Tax કાયદા હેઠળ તમને જીવન વીમા પૉલિસી, હોમ લોનનું વ્યાજ અને મુદ્દલ, રોકાણ, એફડી અથવા આવા ડઝનેક વિકલ્પો દ્વારા તમે કર મુક્તિનો લાભ મેળવી શકો છે. આની મદદથી 7.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર વ્યક્તિ તેની ટેક્સ જવાબદારીને શૂન્ય સુધી ઘટાડી શકે છે, જ્યારે 10 લાખ અને 15 લાખ રૂપિયા મહિને કમાવાથી પણ જંગી ટેક્સ બચાવી શકાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ તમારી આવક પર ટેક્સ કેવી રીતે બચાવવો.

    7.5 લાખ વાર્ષિક આવક પછી ટેક્સ શૂન્ય હશે (20 ટકા ટેક્સ સ્લેબ)
    80સી હેઠળ 1.5 લાખની છૂટ.
    80ડીમાં મેડિક્લેમ પર 25 હજારની છૂટ.
    હોમ લોનના વ્યાજ પર 24બીમાં 2 લાખની છૂટ.
    એસપીએસ પર 50 હજાર રૂપિયાની છૂટ
    સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ 50 હજારની છૂટ.

    (આમ ચોખ્ખી કરપાત્ર આવક રૂ. 2.75 હજાર હશે, જે 5 લાખથી ઓછી છે અને 87એ હેઠળ કરની જવાબદારી શૂન્ય થઇ જશે)

    10 લાખ વાર્ષિક આવક પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે (20 ટકા ટેક્સ સ્લેબ)
    80સી હેઠળ 1.5 લાખની છૂટ.
    80ડીમાં મેડિક્લેમ પર 25 હજારની છૂટ.
    હોમ લોનના વ્યાજ પર 24બીમાં 2 લાખની છૂટ.
    NPS પર 50 હજાર રૂપિયાની છૂટ
    સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ 50 હજારની છૂટ.
    (અહીં તમારી ચોખ્ખી કરપાત્ર આવક રૂ. 5.25 લાખ છે, જેના પર 20 ટકા ટેક્સ લાગશે. રૂ. 17,500ની કર જવાબદારી પર 4 ટકાનો ઉપકર એટલે કે રૂ. 700 અને કુલ ટેક્સ રૂ. 18,200 લાગશે)

    15 લાખની આવક પર આ રીતે ટેક્સ બચાવો (30% ટેક્સ સ્લેબ)
    સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ 50 હજારની છૂટ.
    80સી હેઠળ 1.5 લાખની છૂટ.
    80ડીમાં મેડિક્લેમ પર 25 હજારની છૂટ.
    હોમ લોનના વ્યાજ પર 24બીમાં 2 લાખની છૂટ.
    NPS પર 50 હજાર રૂપિયાની છૂટ

    (અહીં તમારી કુલ કરપાત્ર આવક રૂ. 10.25 લાખ હશે. આના પર 30 ટકાના દરે 1.20 લાખ ટેક્સ લાગશે, જેના પર 4 ટકા એટલે કે રૂ. 4,800 સેસ ભરવો પડશે. કુલ કરની જવાબદારી રૂ. 1,24,800 રહેશે)

    Income Tax ના નવા સ્લેબમાં કોઈ છૂટ નથી

    સરકારે Income Taxના નવા સ્લેબમાં તમામ 70 પ્રકારની રાહતો નાબૂદ કરી છે. જો કે આમાં ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આમ છતાં ઓછી આવક ધરાવતા કરદાતાઓને તેનો કોઈ લાભ મળતો નથી. આ જ કારણ છે કે પાછલા નાણાકીય વર્ષમાં માત્ર 5 ટકા કરદાતાઓએ જ નવો સ્લેબ અપનાવ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Budget 2022, FM Nirmala sitharaman, Incometax

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन