Home /News /national-international /

Budget 2022: દેશમાં સ્ટાર્ટઅપના માહોલને પ્રોત્સાહન આપવાની તૈયારીઓ

Budget 2022: દેશમાં સ્ટાર્ટઅપના માહોલને પ્રોત્સાહન આપવાની તૈયારીઓ

દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે. (ફાઇલ ફોટો)

Union Budget 2022: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કર્યું, જેમાં ખેડૂતોને ડિજિટલ અને હાઇ-ટેક સેવાઓ પહોંચાડવા માટે ખેડૂત ડ્રોન, રાસાયણિક મુક્ત કુદરતી ખેતી અને જાહેર-ખાનગી ભાગીદારીનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ રાખાયો છે.

વધુ જુઓ ...
  નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે નાણાકીય વર્ષ 2022-2023 માટે કેન્દ્રીય બજેટની જાહેરાત કરતા દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ (Startup Ecosystem)ને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં સૂચવ્યા છે. તેમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે લિસ્ટેડ ઇક્વિટી શેર્સ, યુનિટ્સ વગેરે પર લાંબા ગાળાના મૂડી લાભો (Long Term Capital Gain) પર મહત્તમ 15 ટકા સરચાર્જ હશે, જ્યારે અન્ય લાંબા ગાળાના મૂડી લાભો પર ગ્રેડેડ સરચાર્જ 37 ટકા સુધી છે.

  તેમણે કહ્યું,‘હું કોઈપણ પ્રકારની સંપત્તિના સ્થાનાંતરણ પર ઉદ્ભવતા લાંબા ગાળાના મૂડી લાભો પરના સરચાર્જને 15 ટકા સુધી મર્યાદિત કરવાની દરખાસ્ત કરું છું. આ પગલાથી સ્ટાર્ટઅપ સમુદાયને વેગ મળશે અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને ટેક્સ લાભ આપવાના મારા પ્રસ્તાવ સાથે આત્મનિર્ભર ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ મળશે.’

  આ પણ વાંચો- Budget 2022: 7.5 લાખથી 15 લાખ સુધીની કમાણી પર પણ TAX બચાવી શકો છો, જાણો સંપૂર્ણ વિગતો

  સરકારના આ પ્રસ્તાવને SW ઈન્ડિયાના ઈન્ટરનેશનલ ટેક્સના પ્રેક્ટિસ લીડર સૌરવ સૂદે પણ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું"આ પગલું સ્ટાર્ટઅપ્સમાં લાંબા ગાળાના ઇક્વિટી રોકાણને પ્રોત્સાહિત કરશે અને તે વ્યક્તિગત રોકાણકારો માટે ફાયદાકારક છે જેમણે 12 મહિનાથી વધુ સમયથી શેર રાખ્યા છે અને તેનું વેચાણ કરી રહ્યા છે."

  સરકાર કૃષિ સ્ટાર્ટઅપ્સ અને ગ્રામીણ સાહસોને ધિરાણ આપવા માટે નાબાર્ડ દ્વારા સહ-રોકાણ મોડલ હેઠળ એકત્ર કરાયેલ મિશ્રિત મૂડીની સાથે ભંડોળની પણ સુવિધા આપશે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે,"આ કૃષિ ઉત્પાદન મૂલ્ય શૃંખલા સાથે સંબંધિત કૃષિ અને ગ્રામીણ એન્ટરપ્રાઇઝ માટે સ્ટાર્ટઅપ્સને નાણાં આપવાનું છે."

  આ પણ વાંચો- Budget 2022: ટેક્સમાં રાહતના પ્રશ્ન પર નિર્મલા સીતારમણે કહ્યું- 'પીએમનો આદેશ હતો કે...'

  તેમણે કહ્યું કે આ સ્ટાર્ટઅપ્સની પ્રવૃત્તિઓમાં ખેડૂત-ઉત્પાદક સંગઠનો (FPO) માટે આંતર-ક્ષેત્રીય સમર્થન, ખેડૂતોના લાભ માટે ભાડા પર ખેતી માટે મશીનરી પ્રદાન કરવા વગેરે જેવા કામનો સમાવેશ થશે.

  એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ બજેટમાં ખેતી અંગેના પ્રસ્તાવોને આવકારે છે

  નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં દેશભરના ખેડૂતોને ડિજિટલ અને હાઇ-ટેક સેવાઓ પહોંચાડવા માટે ખેડૂત ડ્રોન, રસાયણ મુક્ત કુદરતી ખેતી અને જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. Syngenta Indiaના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર કે.સી. રવિએ જણાવ્યું હતું કે,"બજેટમાં તેજીની અર્થવ્યવસ્થાની પૃષ્ઠભૂમિ સામે કૃષિને ટકાઉ ઉચ્ચ વૃદ્ધિના માર્ગ પર લઈ જવાનો પાયો નાખ્યો છે."

  ગોદરેજ એગ્રોવેટના મેનેજિંગ ડિરેક્ટર બલરામ યાદવે જણાવ્યું હતું કે આ એક સંતુલિત બજેટ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા, કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહનો અને તકનીકી પ્રોત્સાહનો સાથે ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધાનુકા એગ્રીટેક ગ્રૂપના ચેરમેન આર.જી. અગ્રવાલે જણાવ્યું હતું કે ગતિ શક્તિ યોજના દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર સરકારનું ધ્યાન અને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આવકારદાયક પગલું છે અને તે કૃષિ ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Budget 2022, Business Startup, FM Nirmala sitharaman

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन