નવી દિલ્હીઃ નાણાંકિય વર્ષ 2022-23નું બજેટ (Budget 2022-23) સરકાર રજૂ કરી ચુકી છે. ગઈ કાલે પહેલી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (finance minister) સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટ બાદ આજે બુધવારે નેટવર્ક18ના એડિટર ઈન ચીફ રાહુલ જોશી (Editor-in-Chief Rahul Joshi) સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ વાત કરશે. નેટવર્ક 18 (Network18) ઉપર નાણામંત્રીનું આ ઈન્ટરવ્યૂ એક્સક્લૂસિવ હશે. તમે આને આજે સાંજે 5:30 વાગ્યે નેટવર્ક18ની દરેક ચેનલ્સ ઉપર લાઈવ જોઈ શકશો.
આ સુપર ઈન્ટરવ્યૂમાં નાણામંત્રી સાથે સમાજના અલગ-અલગ વર્ગ માટે બજેટનું મહત્વ જાણવાની કોશિશ કરીશુ. એ જાણવાની કોશિશ હશે કે રોકાણકારો, ઉપભોક્તાઓ અને ટેક્સપેયર્સ માટે બજેટમાં શું ખાસ છે? આ ઉપરાંત નાણામંત્રી એ મુદ્દા ઉપર પણ વાત થશે કે બજેટ ભારતની અર્થવ્યવસ્થાને કયા પ્રકારે આગળ લઈ જશે.
ભારતની પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી ઉલ્લેખનીય છે કે નિર્મલા સીતારમણ ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન છે. મતલબ કે નિર્મલા સીતારમણ પહેલા એવી કોઈ મહિલા નહોતી કે જે માત્ર નાણામંત્રી રહી હોય. 5 જુલાઈ 2019 ના રોજ નિર્મલા સીતારમણે પ્રથમ વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે જ 2019માં બ્રીફકેસને બદલે બહિ-ખાતા (પરંપરાગત લાલ કપડાથી લપેટી કાગળ)માં બજેટ દસ્તાવેજો લઈ જવાની પ્રથા શરૂ કરી હતી.
મંગળવારે રજૂ કરાયેલું બજેટ રૂ. 39.44 લાખ કરોડ હતું. મતલબ કે સરકાર આ બજેટમાં આટલા પૈસા ખર્ચવા જઈ રહી છે. છેલ્લા બજેટમાં સરકારનો અંદાજ રૂ. 34 લાખ કરોડ કરતાં વધુ હતો, જોકે પાછળથી તેમાં સુધારો કરીને રૂ. 37.70 લાખ કરોડ કરવામાં આવ્યો હતો. સરકારે અનુમાન લગાવ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં ટેક્સમાંથી આવક રૂ. 27.57 લાખ કરોડ થઈ શકે છે, જેમાં ડાયરેક્ટ અને સેસમાં તમામ ડિરેક્ટરનો સમાવેશ થાય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર