નાણા મંત્રીની જાહેરાત, હવે પૂરા દેશમાં લાગશે આ વેક્સીન, દર વર્ષે 50,000 બાળકોના જીવ બચશે

નાણા મંત્રીની જાહેરાત, હવે પૂરા દેશમાં લાગશે આ વેક્સીન, દર વર્ષે 50,000 બાળકોના જીવ બચશે
પ્રતિકાત્મક તસવીર

ન્યૂમોકોકલ રોગ જીવાણુંઓ દ્વારા ફેલાય છે. નજીકના સંપર્કથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં આ ઝડપથી ફેલાય છે

 • Share this:
  નવી દિલ્હી : સરકારે કોરોના વાયરસ (Corona Virus)સંક્રમણ જેવી મહામારીથી લોગોને બચાવવા માટે કોરોના વેક્સીન માટે 35 હજાર કરોડની રકમની જોગવાઇ વિત્તીય વર્ષ 2021-22 માટે કરી છે. જ્યારે ન્યૂમોકોકલ જેવી જીવલેણ બિમારીઓથી બાળકો અને વયસ્કોને બચાવવા માટે તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે ભારતમાં નિર્મિત ન્યૂમોકોલ વેક્સીન (Pneumocol)ઉત્પાદથી બાળ મૃત્યુદર રોકવાની જાહેરાત કરી છે.

  કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પોતાના બજેટના ભાષણમાં જાહેરાત કરતા કહ્યું કે ભારતમાં બાળ મૃત્યુદર રોકવાનો પ્રયત્ન છે. ભારતમાં નિર્મિત ન્યૂમોકોલ વેક્સીનના પ્રયોગથી દર વર્ષે 50 હજાર બાળ મૃત્યુદર રોકવામાં આવી શકાશે. વિત્ત મંત્રીએ કહ્યું કે વર્તમાન સમયમાં આ વેક્સીનનો પ્રયાગ ફક્ત 5 રાજ્યો સુધી સિમિત છે. આવનાર સમયમાં તેનો પ્રયોગ દેશના બાકી રાજ્યોમાં પણ કરવામાં આવશે.  આ પણ વાંચો - Budget 2021માં ખાતાધારકો માટે સરકારની મોટી જાહેરાત, બેંક ડૂબશે તો હવે મળશે 5 લાખ રૂપિયા

  કહેવામાં આવે છે કે ન્યૂમોકોકલ બિમારીને રોકવા માટે પીસીવી 13 ટિકા લગાવવામાં આવશે. ન્યૂમોકોકલ કાન્જુગેટ વેક્સીન (Pneumococcal Conjugate Vaccine)પીવીસી 13થી બાળકો અને વયસ્કોને બંનેને બચાવવાનું કામ કરવામાં આવે છે. ભારત સરકાર આવનાર સમયમાં હવે ન્યૂમોકોલ વેક્સીનનો પ્રચાર ઝડપથી કરશે. બતાવવામાં આવે છે કે ન્યૂમોકોકલ રોગ જીવાણુંઓ દ્વારા ફેલાય છે. નજીકના સંપર્કથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં આ ઝડપથી ફેલાય છે. ન્યૂમોકોલ ન્યૂમોનિયા વયસ્કોમાં વધારે જોવા મળે છે. જ્યારે ન્યૂમોકોકલ મેન્નિજાઇટિસ બહેરાપણ અને મસ્તિષ્કને વધારે નુકસાન પહોંચાડે છે. તેનાથી પીડિત 10 બાળકોમાંથી લગભગ એકનું મોત થાય છે.

  ચિકિત્સકોનું માનવામાં આવે તો ન્યૂમોકોકલ રોગ કોઈને પણ થઈ શકે છે. જોકે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 65 વર્ષ કે તેનાથી વધારે મોટી ઉંમરના વુદ્ધો, બિમારીઓથી પીડિત વ્યક્તિ અને ધ્રૂમપાન કરનાર વ્યક્તિને આ સંક્રમણથી વધારે જોખમ રહે છે.

  જોવામાં આવે તો દર વર્ષે નિમોનિયાથી લગભગ 3.5 લાખ બાળકોના મોત થાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આને લઈને ઘણી ભયાનક સ્થિતિ સામે આવી છે.
  Published by:Ashish Goyal
  First published:February 01, 2021, 17:52 pm

  ટૉપ ન્યૂઝ