22 વર્ષીય વિષ્ણુવર્ધન રેડ્ડી અને 18 વર્ષીય ઈન્દુનાની યુવતી એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. પોતાનો પ્રેમ આગળ સફળ થતો ન દેખાતા બંનેએ સાથે આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહી દીધું હતું.
પ્રકસમઃ પ્રેમમાં પાગલ યુવક યુવતીઓ (love couple) એકબીજાને પામવા માટે કોઈપણ હદસુધી જતા હોય છે. એક બીજાના પ્રેમમાં પાગલ યુગલો આત્મહત્યા (suicide) જેવું ગંભીર પગલું પણ ભરતા હોય છે. ત્યારે આધ્રપ્રેદશના (Andhra pradesh) પ્રકસમ જિલ્લામાં બન્યો હતો. અહીં બીટેકના વિદ્યાર્થી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ સજોડે ટ્રેન (train) સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
પ્રકસમ જિલ્લાના ઓંગોલે શહેરની હદમાં કોપપોળુ ગામનો 22 વર્ષનો છોકરો વિષ્ણુવર્ધન રેડ્ડી સ્થાનિક કોલેજમાં બી.ટેકનો વિદ્યાર્થી છે. ઓંગોલ સિટીના વેંકટેશ્વરકાલાની 18 વર્ષીય યુવતી નગીનેની ઇન્દુ શહેરની એક કોલેજમાં તેની પ્રથમ વર્ષની ડિગ્રી માટે અભ્યાસ કરે છે. બંનેની મુલાકાત છ મહિના પહેલા થઈ હતી.
મુલાકાત પ્રેમમાં ફેરવાઈ હતી. એકબીજાને ન છોડી શકે એવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી. બંને એકબીજા વગર રહી ન શકે. બંનેના પ્રેમ અંગે માતા-પિતાને ઠપકો આપ્યો હતો. બંનેને પ્રેમ સંબંધ અટકાવી દેવા માટે કહ્યું હતું. પરિવારોએ યુવતી-યુવક ઉપર અત્યાચાર ગુજાર્યો હતો.
આમ વિષ્ણુ કોલેજ ગયો હતો અને પછી પરત પણ ફર્યો ન હતો. મોડી રાત્રે 10.30 વાગ્યે દૂધનું પેકેટ લેવા નીકળેલી ઇન્દુ પણ પાછી આવી નહી. બંને રાત્રે ભેગા થયા હતા. બંને એકબીજા સાથે મળીને સુરડેડી પાલેમ રેલવે સ્ટેશન ગયા હતા.
બંને પ્રેમી યુગલે ટ્રેન આગળ પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ અગે પોલીસે વધુ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર