માયાવતી બાદ અખિલેશે પણ કહ્યુ- એકલા લડીશું વિધાનસભા પેટાચૂંટણી

News18 Gujarati
Updated: June 4, 2019, 3:20 PM IST
માયાવતી બાદ અખિલેશે પણ કહ્યુ- એકલા લડીશું વિધાનસભા પેટાચૂંટણી
ન્યૂઝ18 ક્રિએટિવ

અખિલેશ રાજકીય મતભેદ દૂર કરવામાં સફળ રહેશે તો ફરી કરીશું ગઠબંધન : માયાવતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019માં મળેલી હાર બાદ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનના ભવિષ્ય પર સંકટના વાદળ છવાઈ ગયા છે. આ ક્રમમાં મંગળવારે ગાજીપુર પહોંચેલા સપા પ્રમુખ અખિલેશ યાદવે બસપા સુપ્રીમોને સ્પષ્ટ સંકેત આપ્યો કે વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટી એકલી ચૂંટણી લડશે. તેઓએ કહ્યું કે યૂપીમાં 2022માં સમાજવાદી પાર્ટી (સપા)ની જ સરકાર હશે.

આ પહેલા આજે બસપા સુપ્રીમો માયાવતીએ ઉત્તર પ્રદેશમાં સપાની સાથે ગઠબંધનને લઈ મોટું એલાન કર્યુ. માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી વિધાનસભા પેટાચૂંટણીમાં સપા અને આરએલડી વગર ચૂંટણી મેદાનમાં ઉતરશે.

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ સપા-બસપા ગઠબંધન પર કહ્યું કે અમારા સંબંધો ખતમ થવાની નથી. અખિલેશ અને તેમની પત્ની મારો આદર કરે છે. લોકસભા ચૂંટણીમાં સપાના ઉમેદવારોની સાથે ઊભા ન રહ્યા. ખબર નહીં કઈ વાતથી નારાજ થઈને દગો દીધો. પરંતુ પેટાચૂંટણીમાં બસપા એકલી જ ચૂંટણી લડશે. સાથોસાથ માયાવતીએ એમ પણ સ્પષ્ટ કર્યુ કે આ સ્થાઈ નિર્ણય નથી.

બસપા પ્રમુખે કહ્યું કે, જો ભવિષ્યમાં અમને લાગે છે કે સપા પ્રમુખ (અખિલેશ યાદવ) રાજકીય મતભેદોને દૂર કરવામાં સફળ રહેશે તો અમે લોકો ફરીથી એક સાથ કામ કરીશું. પરંતુ, જો અખિલેશ યાદવ તેમાં સફળ નથી થતાં તો બંનેનું (સપા અને બસપા) અલગ થઈને કામ કરવું યોગ્ય રહેશે.

માયાવતીએ કહ્યું કે, જનહિત માટે મતભેદ દૂર કર્યા પરંતુ પરિણામ જન આકાંક્ષાઓ અનુરૂપ ન આવ્યું. પરંતુ રાજકીય વિવશતાને નજરઅંદાજ ન કરી શકાય. જ્યારે સમાજવાદી પાર્ટીને જ યાદવોના વોટ ન મળ્યા તો બસપાને તેમના વોટ કેવી રીતે મળ્યા હશે.

'ડિમ્પલની હાર વિચારવા માટે મજબૂર કરે છે'

કન્નોજમાં ડિમ્પલ યાદવ અને ફિરોજબાદમાં અક્ષય યાદવનું હારી જવું અમને ઘણું બધું વિચારવા પર મજબૂર કરે છે. તેઓએ કહ્યું કે બસપા અને સપાનો બેઝ વોટ જોડાયા બાદ આ ઉમેદવારોનું હારવું નહોતું જોઈતું. તેઓએ ધર્મેન્દ્ર યાદવનો પણ ઉલ્લેખ કર્યો. નોંધનીય છે કે, ધમેન્દ્ર યાદવ પણ લોકસભા ચૂંટણી 2019માં પોતાની સીટ બચાવી ન શક્યા.

યૂપીની આ સીટો પર થવાની છે પેટાચૂંટણી

હાલમાં જ અનેક ધારાસભ્યોએ લોકસભા ચૂંટણી લડી હતી. ત્યારબાદ રાજ્યમાં અનેક સીટો ખાલી થઈ છે. હવે થોડાક જ સમય બાદ રાજ્યની 11 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થવાની છે. જે સીટો પર પેટાચૂંટણી થવાની છે તેમાં ગોવિંદનગર, લખનઉ કેન્ટ, જૈદપુર, માનિકપુર અને જલાલપુર જેવી સીટો સામેલ છે. બસપા ભાગ્યે જ પેટાચૂંટણી લડે છેપ પરંતુ આ વખતે તેણે કહી દીધું છે કે તેઓ એકલા જ કિસ્મત અજમાવશે.

આ પણ વાંચો, મોદી સરકાર 2.0: 100 દિવસમાં 5G ઈન્ટરનેટ સિવાય મળશે આ બધુ
First published: June 4, 2019, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading