રાફેલ વિવાદ પર માયાવતીનો વાર, કહ્યું- શું દેશને આવા ચોકીદાર જોઈએ?

રાફેલ વિવાદ પર માયાવતીનો વાર, કહ્યું- શું દેશને આવા ચોકીદાર જોઈએ?
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી (ફાઇલ ફોટો)

રાફેલ પ્લેન સોદામાં કથિત ગોટાળાને લઈ માયાવતીએ પણ વડાપ્રધાન પર હુમલો કર્યો છે

 • Share this:
  રાફેલ પ્લેન સોદામાં કથિત ગોટાળાને લઈને બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે.

  માયાવતીએ આ સંબંધમાં ટ્વિટ કરીને લખ્યું કે, રાફેલ સોદાની ગોપનીય ફાઇલ જો ચોરી થઈ ગઈ તો કંઈ વાંધો નહીં, દેશમાં રોજગારનો ઘટતો દર અને વધતી બેરાજગારી તથા ગરીબી, શ્રમિકોની દુર્દશા, ખેડૂતોની ખરાબ સ્થિતિ વગેરેના આંકડા જાહેર ન થવા જોઈએ. વોટ/ઇમેજ માટે તેને છુપાવી રાખવાના છે. શું દેશને આવા જ ચોકીદાર જોઈએ?  અન્ય એક ટ્વિટમાં માયાવતીએ લખ્યું કે, બીજેપીના મંત્રી તથા નેતાઓ પીએમ મોદીને અનુસરી 'ચોકીદાર' બની ગયા છે. પરંતુ યૂપીના સીએમ જેવા લોકો મોટી દુવિધામાં છે કે શું કરે? જનસેવક/યોગી રહે કે પોતાની જાતને ચોકીદાર જાહેર કરે. બીજેપીવાળા ફાવે તે ફેશન કરે, બસ બંધારણ/કાયદાના રક્ષક બનીને કામ કરે. જનતા બસ આ જ ઈચ્છે છે.

  આ પણ વાંચો, BJPની પહેલી યાદીમાં 78 નેતાઓને ફરી મળી ટિકિટ, 35 પર છે ક્રિમિનલ કેસ

  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ માયાવતીએ ટ્વિટર પર એન્ટ્રી કરી છે, ત્યારબાદથી તેઓ સતત દરેક મુદ્દે ટ્વિટ કરે છે. માયાવતીના નિશાને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની યોગી આદિત્યનાથની સરકાર રહે છે.
  Published by:News18 Gujarati
  First published:March 22, 2019, 10:43 am

  ટૉપ ન્યૂઝ