રાહુલની આવક ગેરંટી યોજના પર માયાવતીએ કહ્યું- ગરીબી હટાવોની જેમ નકલી તો નથી?

News18 Gujarati
Updated: January 29, 2019, 5:49 PM IST
રાહુલની આવક ગેરંટી યોજના પર માયાવતીએ કહ્યું- ગરીબી હટાવોની જેમ નકલી તો નથી?
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી (ફાઇલ ફોટો)

માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંને ફેલ થઈ ચૂક્યા છે અને એક જ સિક્કાની બે બાજુ સાબિત થયા છે

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગરીબોને ન્યૂનતમ આવકની ગેરંટી આપવાનો વાયદો કર્યો છે પરંતુ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ તેની પર સવાલ ઊભો કરી દીધો છે. માયાવતીએ કહ્યું છે કે શું આ પણ અગાઉની કોંગ્રેસ સરકારની ગરીબી હટાવો અને મોદી સરકારની કાળા ધન, 15 લાખ અને અચ્છે દિનની જેમ નકલી વાયદો તો નથી? માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંને ફેલ થઈ ચૂક્યા છે અને એક જ સિક્કાની બે બાજુ સાબિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે છત્તીસગઢમાં ખેડૂત આભાર રેલી સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એલાન કર્યું કે, અમે એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા છીએ, જે દુનિયાની કોઈ પણ સરકારે નહીં લીધું હોય. 2019ની ચૂંટણી જીત્યા બાદ દેશના દરેક ગરીબને કોંગ્રેસ પાર્ટીની સરકાર ન્યૂનતમ આવકની ગેરંટી આપશે. દરેક ગરીબ વ્યક્તિના બેંક ખાતામાં ન્યૂનતમ આવક રહેશે. રાહુલ ગાંધીના આ મોટા નિવેદન બાદ આ મહાત્વાકાંક્ષી યોજનાને લઈને જ્યાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.

આ પણ વાંચો, રાહુલના વાયદા પર ગેહલોતનો મોટો દાવ! રાજસ્થાનમાં લાગુ થશે 'ન્યૂનતમ આવક ગેરંટી'

રાહુલ ગાંધીની આ જાહેરાત બાદ ભાજપે કહ્યું કે તેઓ કોંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની યોજનાની શરૂઆત કરે. હવે બીએસપી સુપ્રીમો માયાવતીએ રાહુલની આ મહાત્વાકાંક્ષી યોજના પર સવાલ ઊભા કરી દીધા છે. ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પહેલા પણ કોંગ્રેસ અને ભાજપને એક સિક્કાની બે બાજુ કહી બંને પક્ષોને ગરીબ, દલિત વિરોધી ગણાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષના આ વાયદાને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ગરીબી હટાવો નારા સાથે જોડીને તેઓએ સવાલ ઊભો કર્યો કે શું આ વાયદો પણ નકલી સાબિત નહીં થાય ને.

આ પણ વાંચો, શું છે યૂનિવર્સલ બેઝિક ઇનકમ? રાહુલ ગાંધીએ દરેક ગરીબને જેનું આપ્યું વચન

આ પણ વાંચો, યૂનિવર્સલ બેઝિક ઇનકમ વિશે ચિદમ્બરમે કહ્યુ, ફક્ત ગરીબોને મળશે ફાયદો
First published: January 29, 2019, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading