બસપાના સુપ્રીમો માયાવતીએ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રતાપગઢમાં એક દલિતના ઘરમાં જમવાનું દેખાડો ગણાવ્યો છે. માયાવતીએ યોગી સરકારને આડા હાથે લેતા કહ્યું હતું કે, દલિતો હવે વધારે સમય મુર્ખ નહીં બને. બીજેપીની સચ્ચાઇ સામે આવી ગઇ છે.
માયાવતીએ જણાવ્યું હતું કે, પહેલા કોંગ્રેસના નેતા દલિતોના ઘરે જઇને મફતમાં જમે છે. હવે બીજેપીના નેતાઓ જમવાનું નાટક કરે છે. માયાવતીએ કહ્યું છે કે, વાસ્તવિક્તા એ છે કે, નામ માટે જ દલિતનું ઘર હોય છે પરંતુ ખાવાનું તો બીન દલિત એટલે કે ઉચ્ચ વર્ગના ઘરોમાંથી જ તૈયાર થઇને આવે છે. શું આનાથી દલિતના જીવનમાં કોઇ ફેર પડશે? એટલા માટે આને સત્તાધારી પાર્ટીના નાટકબાજી નહીં તો બીજું શું કહીશું ?
They don't care about Dalits&backward class but when elections come, they go for photo-ops&drama. Congress&BJP have proven to be 2 sides of same coin. People won't be befooled, they know the truth: Mayawati, BSP Chief on UP CM having dinner at a Dalit's house in Pratapgarh y'day. pic.twitter.com/qM9I9GlDka
માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, રોજગાર આપવાની જગ્યાએ બીજેપીના મુખ્ય નેતાઓ દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગો અને અપરકાસ્ટના ગરીબોનો રાજકીય ઉપયોગ અને શોષણ કરે છે. બસપાના સુપ્રીમોએ કહ્યું હતું કે, બીજેપીને સમજી જવું જોઇએ કે આ વર્ગ તેમની લાલચમાં આવવાનું નથી. તેમણે કહ્યું કે 2 એપ્રિલે ભારત બંધની સફળતાથી ગભરાઇને બીજેપી સરકારે પોલીસ કાર્યવાહીથી એ સાબિત થયા છે કે, તેમનું વલણ કેટલું નિમ્ન કક્ષાનું છે.
માયાવતીએ કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિભિન્ન સંગઠનોને આગે ધરીને દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોમાં તિરાડ પડાવવાની કોશિશ થઇ રહી છે. પરંતુ આ વર્ગોની જાગૃતિ જોઇને એ સ્પષ્ટ થઇ ગયું છે કે, બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદીની દાળ ગળવાની નથી.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર