OBCની 17 જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવતા માયાવતીએ કહ્યું....

માયાવતી

અન્ય પછાત વર્ગોની 17 જાતિઓને અનુસૂચિત જાતિઓમાં અનામત આપવાનો અધિકાર માત્ર સંસદને જ છે: માયાવતી

  • Share this:
    ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે અન્ય પછાત વર્ગોની 17 જાતિઓને અનુસૂચિત જાતિઓમાં અનામત આપવાની જાહેરાત કરી છે. યોગી સરકારનાં આ નિર્ણય સામે બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રિમો માયાવતીએ વિરોધ કર્યો.

    માયાવતીએ કહ્યું કે, અન્ય પછાત વર્ગોની 17 જાતિઓને અનુસૂચિત જાતિઓમાં અનામત આપવાનો અધિકાર માત્ર સંસદને જ છે. યોગી સરકાર કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. યોગી સરકારે દગો કર્યો છે અને ગેરબંધારણીય છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિઓ માટેની અનામત લોકસભા બેઠકો અને વિધાનસભા બેઠકો પર આ જાતિઓને લડવાનો મોકો મળશે. અન્ય પછાત વર્ગો માટે બેઠકો અનામત નથી.

    આ જાતિઓને મળશે ફાયદો ?

    ઉત્તર પ્રદેશમાં કહાર, કશ્યપ, કેવટ, મલ્લાહ, નિષાદ, કુંભાર, પ્રજાપતિ, ધીવર, ફર, રાજભર, ધીમર, તુરહા, ગોડિયા, માંઝી અને મછુઆને અનુસૂચિત જાતિમાં સમાવવાની કોશિષ ચાલુ છે.
    Published by:Vijaysinh Parmar
    First published: