બસપા સુપ્રીમો માયાવતીની જાહેરાત, કહ્યું- નહીં લડે લોકસભા ચૂંટણી

News18 Gujarati
Updated: March 20, 2019, 5:49 PM IST
બસપા સુપ્રીમો માયાવતીની જાહેરાત, કહ્યું- નહીં લડે લોકસભા ચૂંટણી
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી (ફાઇલ ફોટો)

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ બુધવારે જાહેરાત કરી કે તે લોકસભા ચૂંટણી નહીં લડે, પરંતુ પાર્ટી માટે સમગ્ર દેશમાં પ્રચાર કરશે

  • Share this:
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. માયાવતીએ બુધવારે કહ્યું કે તે લોકસભા ચૂંટણી નહીં લડે, પરંતુ પાર્ટી માટે સમગ્ર દેશમાં પ્રચાર કરશે. તેઓએ કહ્યું કે હાલ મારી જીત કરતાં વધુ ગઠબંધનની સફળતા જરૂરી છે. માયાવતીએ કહ્યું કે બસપાના આંદોલનની વિરુદ્ધ વિરોધી અનેક પ્રકારની ટ્રીક અજમાવી રહ્યા છે.

બસપા સુપ્રીમોએ કહ્યું કે, જો ચૂંટણી બાદ કોઈ એવી સ્થિતિ બને છે તો તેઓ કોઈ પણ સીટને ખાલી કરાવીને ચૂંટણી લડી શકે છે અને જીતી પણ શકે છે. તેઓએ કહ્યું કે બીજેપીને સત્તાથી ઉખાડી ફેંકવા માટે જ યૂપીમાં બસપા, સપા અને આરએલડીનું ગઠબંધન કરવામાં આવ્યું છે. હું આ ગઠબંધનને કોઈ પણ કિંમતે થોડું પણ નુકસાન થતાં ન જોવા માંગતી. તેથી મારે પોતાની જીતથી વધુ જરૂરી એક-એક સીટને જીતાડવી છે.

આ પણ વાંચો, ભાજપના 'શત્રુ' પકડશે કોંગ્રેસનો હાથ, પટના સાહિબથી મળી શકે છે ટિકિટમાયાવતીએ કહ્યું કે, દેશમાં ગરીબ, મજૂર, ખેડૂત, બેરોજગાર, મહેનતુ માણસો અહંકારી બીજેપીથી પરેશાન છે. તેથી હવે આ સરકારને સત્તાથી ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. મેં મારી પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને રાજ્યસભાથી પણ રાજીનામું આપી દીધું હતું. હું ક્યારે પણ સંસદમાં ચૂંટાઈને જઈ શકું છું. ઉલ્લેખનીય છે કે, માયાવતી ભુવનેશ્વરથી લોકસભ ચૂંટણી માટે 2 એપ્રિલથી અભિયાનની શરૂઆત કરશે.

આ પણ વાંચો, મોદીએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન: દેશે એક પરિવારની લાલસાની ભારે કિંમત ચૂકવી
First published: March 20, 2019, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading