Home /News /national-international /

ભારત બંધની સફળતાથી BJP ડરી, દલિતો પર સરકારના અત્યાચાર: માયાવતી

ભારત બંધની સફળતાથી BJP ડરી, દલિતો પર સરકારના અત્યાચાર: માયાવતી

  દલિતોના મુદ્દા પર હવે બીજેપી ન માત્ર પોતાના નેતાઓ અને સાંસદોથી ઘેરાતી જાય છે. વિરોધીઓ પણ સતત હુમલો કરી રહ્યાં છે. ભારત બંધમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખતા દલિતો પર થઇ રહેલા અત્યાચારો અંગે બસપા પ્રમુખ માયાવતીએ બીજેપી પર હુમલો કર્યો છે. માયાવતીએ કહ્યું કે ભારત બંધ પ્રદર્શનને સફળતા મળી રહી છે. જેના કારણે ભાજપા ડરી રહ્યું છે અને ભાજપા શાસિત રાજ્યોમાં અધિકારીઓએ દલિતો પ્રતિ અત્યાચાર શરૂ કરી દીધા છે. કેટલાક દલિત અને તેમના પરિવારના સભ્યોની ધરપકડ કરી લીધી છે.

  માયાવતીએ કહ્યું કે મને ભરોશો છે કે દેશના સ્વાભિમાની દલિત સમાજના લોકો સ્વાર્થી અને વેચાયેલી માનસિકતાવાળા સાંસદોને (બીજેપીના દલિત સાંસદો) માફ કરવાની નથી. આ પહેલા પણ બહુજન સમાજ પાર્ટી (બસપા)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ભાજપ સરકાર પર દલિત સમાજના યુવાનોને ટારગેટ કરીને તેમણે હેરાન કરીને તથા તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.  સરકારના આ કૃત્યની નિંદા કરતાં માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશની ભાજપ સરકારને તેનો સંતોષકારક જવાબ આપવો જોઇએ કે પોલીસ એન્કાઉન્ટર બાદ દલિતો સામે આ ધૃણિત જાતિવાદી હત્યાઓ કેમ કરવામાં આવ? તેમણે સરકાર પાસે સવાલ કર્યો કે દલિત અત્યાચારના મામલામાં ઉત્તરપ્રદેશ, ગુજરાત મોડલનું શર્મનાક અનુસરણ કરશે?
  First published:

  Tags: Bharat Bandh, BSP, Mayavati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन