Home /News /national-international /પાકિસ્તાનની નાપાક હરકત; BSFએ અમૃતસરમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો, એક પંપ ગન પણ મળી આવી
પાકિસ્તાનની નાપાક હરકત; BSFએ અમૃતસરમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો, એક પંપ ગન પણ મળી આવી
BSFએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું
BSFએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અમૃતસરના અજનલા સેક્ટરમાં BSF જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરીને મોટી સફળતા મેળવી છે. હાલ આ વિસ્તારની શોધખોળ ચાલુ છે.
BSFએ ફરી એકવાર આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અમૃતસરના અજનલા સેક્ટરમાં BSF જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરીને મોટી સફળતા મેળવી છે. હાલ આ વિસ્તારની શોધખોળ ચાલુ છે. આ ઘુસણખોરને રામદાસ વિસ્તાર નજીક બીઓપી ચન્ના પાસે માર્યો ગયો છે. બીએસએફના ડીઆઈજી પ્રભાકર જોશીએ આ જાણકારી આપી છે.
BSFએ પંજાબમાં ભારત-પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સરહદ પાસે ગુરદાસપુર સેક્ટરમાં મંગળવારે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યુ કે, પાકિસ્તાની ઘૂસણખોર વિશે સવારે 8:00 વાગ્યા આસપાસ માહિતી મળી હતી. બીએસએફને માહિતી મળી હતી કે, ઘૂસણખોર હથિયારોથી સજ્જ છે. ત્યારબાદ તેને ઠાર કરવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે, હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
Punjab | Today at about 8.30 am, BSF troops of BOP Channa, Gurdaspur Sector observed suspected movement of an armed Pak intruder ahead of BS Fence who was approaching BS Fence from Pak side. He was challenged & neutralised by BSF troops. Extensive search of the area underway: BSF pic.twitter.com/iATxF5Tx6R
મંગળવારે એટલે કે આજે સવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ સરહદી ગામ દરિયા મંસૂર પાસે આવતા વિસ્તારમાં સરહદ પર વાડ લગાવતી વખતે એક પાકિસ્તાની બદમાશની શંકાસ્પદ ગતિવિધિ જોઈ. જવાનો તરફથી અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તે રોકાયો નહીં અને આગળ વધવા લાગ્યો. ખતરો જોઈને બીએસએફ જવાનોએ સ્વબચાવમાં બદમાશ પર ગોળીબાર કર્યો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
રવિવારે રાત્રે પાકિસ્તાની ડ્રોન બીઓપી કમાલપુર જટ્ટન ખાતે ભારત તરફ ઘૂસી રહ્યું હતું પરંતુ આ હિલચાલ જોતા BSF જવાનોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતુ ત્યારબાદ પાકિસ્તાની ડ્રોન પરત ફરી ગયુ હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર