Home /News /national-international /પાકિસ્તાનનું પોત પ્રકાશ્યું; સરહદ પર  BSF જવાનનું ગળું કાપી નાંખ્યુ

પાકિસ્તાનનું પોત પ્રકાશ્યું; સરહદ પર  BSF જવાનનું ગળું કાપી નાંખ્યુ

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના બનતાની સાથે જ ભારતીય સેનાએ સમગ્ર સીમા પર હાઇ એલર્ટ જાહેર કર્યુ છે.

    પાકિસ્તાન સૈન્યએ આંતરરાષ્ટ્રિય સીમા પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બી.એસ.એફ)ના જવાનનું ગળુ કાપી નાંખ્યુ હતુ. આ ઘટનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંઘો વધુ તંગ બને તેવી શક્યતા જોવાઇ રહી છે.
    આ ઘૃણાસ્પદ ઘટના જમ્મુ-કાશ્મીરનાં રામગઢ સેક્ટરમાં બની મંગળવારે બની હતી. આ ઘટના બનતાની સાથે જ ભારતીય સેનાએ સમગ્ર સીમા પર હાઇ એલર્ટ જાહેર કર્યુ છે.

    આ ઘટના મામલે ભારતીય સેનાએ પાકિસ્તાન સાથે વિરોધ નોંધાવ્યો હતો.
    આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમારનાં માથામાંથી ત્રણ બુલેટના નિશાન મળ્યા હતાં. ભારત-પાકિસ્તાન સરહદ પર ફરજ બજાવતા આ જવાનની ગળુ કપાયેલી હાલતમાં લાશ મળી હતી.

    આ પણ વાંચો

    નશામાં ધૂત થઈને લંડનના શોમાં પાકિસ્તાની દૂતે કરી આવી હરકત, વીડિયો વાયરલ

    શિખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાને આપી દુનિયાની સૌથી મોટી ભેટ, સિદ્ધૂ બન્યા કારણભૂત

    પાકિસ્તાન સેનાને ભારતીય સેનાએ સંયુક્ત પેટ્રોલિંગમાં જોડાવવા માટે વિનંતી કરી હતી અને આ ખોયાયેલા ભારતીય જવાનને શોધવા વિનંતી કરી હતી પણ પાકિસ્તાન સેનાનાં જવાનો તૈયાર થયા નહોતા. આ પછી ભારતીય જવાઓએ એક ઓપરેશન લોન્ય કર્ય હતુ અને જવાનની બોડી શોધી લાવ્યા હતા.
    આ ઘટનાને ભારતીય સેનાએ ગંભીરતાથી લીધી છે. સુત્રોએ જણાવ્યુ કે, આ ઘટનાની બંને પક્ષોના સેનાના ઉચ્ચ અધિકારી વચ્ચેની મિંટિંગ દરમિયાન પણ કરવામાં આવશે.

    ભારત-પાકિસ્તાન સરહદ પર હંમેશા તણાવભર્યુ વાતાવરણ રહે છે. પાકિસ્તાનમાં સરકાર બદલાણી છે. ઇમરાન ખાનની સરકાર હાર્ડ લાઇનર હોવાનું કહેવાય છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: BSF, આઇબી, પાકિસ્તાન, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन