Home /News /national-international /છત્તીસગઢ: BSFની ટૂકડી પર નક્સલીઓએ કર્યુ ફાયરિંગ, બે જવાન શહીદ

છત્તીસગઢ: BSFની ટૂકડી પર નક્સલીઓએ કર્યુ ફાયરિંગ, બે જવાન શહીદ

BSFના 2 જવાન શહીદ, 3 જવાન ઘાયલ

    છત્તીસગઢના કાંકેરમાં બીએસએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટનામાં બીએસએફના 2 જવાન શહીદ થયા છે, જ્યારે 3 જવાન ઘાયલ થયા છે.

    આ અથડામણ પંખાજુરના પરતાપુર વિસ્તારની છે, જે હજુ સુધી પણ ચાલુ છે. એએનઆઈ અનુસાર, છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલીઓ સાથેની અથડામણમાં બે બીએસએફ જવાન શહીદ થયા અને અન્ય 3 ઘાયલ થયા હતા.

    શહીદ જવાન બીએસએફની 175 મી બટાલિયનના હતા. હુમલામાં ઘાયલ જવાનોને રાયપુર લાવવા માટે એમ આઇ-17 હેલિકોપ્ટરથી ઉડાન ભરી પરંતુ ખરાબ હવામનના કારણે હેલિકોપ્ટરને વચ્ચેથી પાછુ ફરવુ પડ્યુ હતુ. ઘાયલ જવાનની હાલત ખુબ જ ગંભીર જણાઇ રહી છે.

    આ ઘટના રવિવાર સવારે લગભગ 3.45 કલાકે બની છે. જ્યારે ગશ્ત પર નિલલે બીએસએફની ટુકડી પર નક્સલીઓએ ફાયરિંગ કરી દીધુ હતુ. શહીદ જવાનના પાર્થિવ દેહને પંખાજૂર સ્થિત બીએસએફ મુખ્યાલમાં લાવવામાં આવ્યા છે. જ્યા તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.



    મળતી માહિતી મુજબર પંખાંજુરના એએસપી રાજેન્દ્ર જૈસવાલએ પુષ્ટિ કરી છે. કહ્યુ છે કે હજુ પણ તે વિસ્તારમાં અથડામણ જારી છે. બીએસએફના જવાન શોધખોળ અભિયાન પર નિકળ્યા હતા તે દરમિયાન નજર રાખીને બેઠેલા નક્સલીઓએ ફાયરિંગ કર્યુ હતુ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: BSF, Naxal attack, જવાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन