Home /News /national-international /

Punjab માં બોર્ડર પર BSF એ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, થઈ રહી હતી ડ્રગ્સની દાણચોરી

Punjab માં બોર્ડર પર BSF એ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, થઈ રહી હતી ડ્રગ્સની દાણચોરી

Punjab માં બોર્ડર પર BSF એ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, જાણો વિગતવાર અહી

Pakistan, Drone News, Punjab News: થોડા દિવસો પહેલા એક પાકિસ્તાની ડ્રોન (Pakistani Drone) અટારી (Atari) ઉપર ઉડતું જોવા મળ્યું હતું. આ ડ્રોન ભારતીય સરહદ (Indian Border) પાર કરતી વખતે લગભગ 5 કિલોમીટર સુધી અંદર આવ્યું હતું.

    ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન (Pakistani Drone) પંજાબના અમૃતસરમાં ઘુસ્યું હોવાની માહિતી મળી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદ (Indian Border) પાર કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુરુવારે, સરહદ પર તૈનાત BSF ના જવાનોએ લગભગ 01:15 વાગ્યે અમૃતસર (Amritsar) સેક્ટરમાં ધનોન કલાન ગામ પાસે પાકિસ્તાન તરફથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં કેટલીક શંકાસ્પદ ઉડતી સામગ્રીનો અહેસાસ કર્યો, ત્યારબાદ સૈનિકોએ ગોળીબાર કર્યો અને તેને નીચે પાડી દીધો.

    ડ્રોન નીચે પડ્યા બાદ સમગ્ર વિસ્તારને સૈનિકોએ ઘેરી લીધો હતો અને તરત જ પોલીસ અને સહયોગી એજન્સીઓને તેની જાણ કરી હતી. બાદમાં સૈનિકોને સવારે 6.15 વાગ્યે ધનોન કાલા ગામ પાસે કાળા રંગનું ડ્રોન મળ્યું. ઝડપાયેલું ડ્રોન ચાઈનીઝ ડ્રોન હતું. આ ચાઈનીઝ ડ્રોનનું નામ DJ મેટ્રિક 300 છે.

    આ પણ વાંચો: Jignesh Mevani Bail: MLA જીગ્નેશ મેવાણીના જામીન મંજૂર, 30 એપ્રિલ સુધી જેલમુક્ત થશે





    જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાન દ્વારા ડ્રોનને ભારતીય સીમામાં ઘૂસવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ દરેક વખતે BSFના સતર્ક જવાનોએ પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

    આ પણ વાંચો: Afghanistan: ઈદ બાદ શરૂ થશે તાલિબાન સામે યુદ્ધ! અફઘાનિસ્તાનના પૂર્વ આર્મી ચીફે પડકાર ફેંક્યો

    થોડા દિવસો પહેલા અટારી (Atari) ઉપર એક પાકિસ્તાની ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ ડ્રોન ભારતીય સરહદ પાર કરતી વખતે લગભગ 5 કિલોમીટર સુધી અંદર આવ્યું હતું. આ પહેલા 21 એપ્રિલે ગુરદાસપુર સેક્ટરમાં ડ્રોન દ્વારા 4 વખત ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને મારવા માટે, BSFએ લગભગ 165 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: અમૃતસર

    આગામી સમાચાર