Home /News /national-international /300 રૂપિયામાં દાણચોરી માટે તૈયાર, પેટમાં છુપાવ્યું હતું 1 કિલો સોનું, BSFએ આ રીતે કરી ધરપકડ

300 રૂપિયામાં દાણચોરી માટે તૈયાર, પેટમાં છુપાવ્યું હતું 1 કિલો સોનું, BSFએ આ રીતે કરી ધરપકડ

1 કિલો સોનું પેટમાં ભરાવ્યું

BSFએ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે, જેણે પોતાના ગુદાના રસ્તે પેટમાં લગભગ એક કિલો સોનું છુપાવ્યું (gold smuggling case) હતું. આ વ્યક્તિ આ સોનું બાંગ્લાદેશ લઈ જવાનો હતો અને ત્યાં તેને આ કામ માટે 300 રૂપિયા મળવાના હતા.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • West Bengal, India
નવી દિલ્હી: આ દિવસોમાં સીમા સુરક્ષા દળની 112મી બટાલિયન દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળ અમુદિયા બોર્ડર આઉટ પોસ્ટ પર તૈનાત છે. 30 જાન્યુઆરીએ ગઈકાલે રાત્રે આ પોસ્ટ પર તૈનાત BSFના કેટલાક જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેની નજર કાંટાળા તાર પાસે ચાલતા એક વ્યક્તિ પર પડી (gold smuggling case) હતી.

BSF જવાનોને આ વ્યક્તિની હરકતો ખૂબ જ શંકાસ્પદ લાગી હતી. તેઓએ આ શંકાસ્પદ વ્યક્તિને રોકી અને મેટલ ડિટેક્ટર વડે શોધખોળ શરૂ કરી હતી. સર્ચ દરમિયાન મેટલ ડિટેક્ટર તેની કમર પાસે જતાં જ તેની બીપ વાગવા લાગી હતી. BSF જવાનોએ આ શંકાસ્પદ વ્યક્તિના તમામ કપડાની તલાશી લીધી હતી, પરંતુ તેમાંથી કંઈ મળ્યું ન હતું.

એક્સ-રેમાં પેટમાં સોનાનું રહસ્ય

બીજી તરફ મેટલ ડિટેક્ટરની સતત બીપ વાગતી હતી કે, આ વ્યક્તિ પાસે કંઈક શંકાસ્પદ છે. અંતે, BSFના જવાનો શંકાસ્પદ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેના પેટનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. એક્સ-રે ફિલ્મ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો પહોળી થઈ ગઈ હતી.

આ પણ વાંચો: વિચિત્ર પ્રાણી! કરોડોમાં છે તેની કિંમત, વાઘ પણ ખાઈ શકતો નથી, સૌથી વધુ થાય છે દાણચોરી

એક્સ-રેમાં દેખાયું હતું કે, આ વ્યક્તિના પેટના નીચેના ભાગમાં ઘણા સોનાના બિસ્કિટ ભરેલા છે. તબીબોની દેખરેખમાં આ બિસ્કિટને પેટમાંથી બહાર કાઢવામાં આવ્યા અને પછી પૂછપરછની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પૂછપરછ દરમિયાન આ વ્યક્તિએ જણાવ્યું કે, આ સોનાના બિસ્કિટ તેને સતખીરા (બાંગ્લાદેશ)માં રહેતા રહીમે આપ્યા હતા. ત્યાર બાદ તેણે આ આઠ સોનાના બિસ્કિટ ગુદા દ્વારા પેટમાં છુપાવી દીધા હતા.

માત્ર 300 રૂપિયામાં દાણચોરી

રહીમે આ 8 સોનાના બિસ્કિટ ઉત્તર 24 પરગણાના બિથરી વિસ્તારમાં રહેતા સુરેશને આપવાના હતા. આ કામના બદલામાં તેને કુલ 300 રૂપિયા મળવાના હતા. તે પોતાના પ્લાનમાં સફળ થાય તે પહેલા BSF જવાનોએ તેને પકડી લીધો હતો. BSFએ આરોપીને જપ્ત કરાયેલા બિસ્કિટ સાથે કસ્ટમ અધિકારીઓને સોંપી દીધા છે.

આ પણ વાંચો: ગુપ્ત જગ્યાએ સોનું છુપાવીને મહિલાઓ કરતી હતી દાણચોરી, કસ્ટમ વિભાગે જુઓ કેવી રીતે ઝડપી

112 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસરે જણાવ્યું કે, કસ્ટડીમાં લેવામાં આવેલા આરોપીની ઓળખ મડાઈ મંડલ તરીકે થઈ છે. તે 24 ઉત્તર પરગણાનો રહેવાસી છે. તેના કબજામાંથી મળી આવેલા 8 સોનાના બિસ્કિટનું વજન 932 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે, જેની કિંમત 54,78,855 રૂપિયા આંકવામાં આવી છે. તેમણે કહ્યું કે, BSF સુરેશને પકડવાનો પ્રયાસ કરી રહી છે, જેને સોનાનું આ કન્સાઇનમેન્ટ મળવાનું હતું.
First published:

Tags: Crime news, Gold Smuggling, Smuggling, West bengal