Karnataka News: યેદિયુરપ્પાએ રાજ્યપાલને સોંપ્યું રાજીનામું, કહ્યુ- હંમેશા અગ્નિપરીક્ષા જેવો રહ્યો કાર્યકાળ

BS Yediyurappa Resignation: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપ્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, હાઇકમાન્ડનો કોઈ દબાણ નથી, નવા CMના નામની ભલામણ નથી કરી

BS Yediyurappa Resignation: કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપ્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, હાઇકમાન્ડનો કોઈ દબાણ નથી, નવા CMના નામની ભલામણ નથી કરી

  • Share this:
    નવી દિલ્હી. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી (Karnataka CM) બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa)એ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. યેદિયુરપ્પાએ રાજભવન પહોંચીને રાજ્યપાલને પોતાનું રાજીનામું (BS Yediyurappa Resignation) સોંપી દીધું છે. યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાની જાણકારી તેમની સરકારને 26 જાન્યુઆરીએ બે વર્ષ પૂરા થવાના આયોજિત કાર્યક્રમમાં આપી છે.

    બીએસ યેદિયુરપ્પાએ સોમવાર બપોરે રાજ્યપાલ સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોંપી દીધું. રાજીનામું આપ્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે, તેમની પર હાઇકમાન્ડનું કોઈ પ્રેશર નથી, મેં પોતે રાજીનામું આપ્યું છે. મેં કોઈના નામની ભલામણ નથી કરી. પાર્ટીને મજૂબત કરવા માટે કામ કરતો રહીશ.

    નોંધનીય છે કે, યેદિયુરપ્પા એવી શક્યતા વ્યક્ત કરી ચૂક્યા હતાકે કદાચ 25 જુલાઈએ તેમનો મુખ્યમંત્રી તરીકેનો છેલ્લો દિવસ હશે. તેમનું કહેવું હતું કે 25 જુલાઈએ કેન્દ્રીય નેતૃત્વ તેમને જે પણ નિર્દેશ આપશે, તેઓ 26 જુલાઈથી તે મુજબ કામ શરૂ કરશે. તેમનું એવું પણ કહેવું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પર તેમને પૂરો વિશ્વાસ છે. બીજેપી હાઇકમાન્ડ જે પણ નિર્દેશ આપશે, તે તેમને મંજૂર હશે.

    આ પણ વાંચો, કૃષિ કાયદાઓના વિરોધમાં ટ્રેક્ટર ચલાવી સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યુ- ખેડૂતોનો સંદેશ લાવ્યો છું

    શનિવારે આ બાબતે તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી પદના શપથ લીધાના પહેલા દિવસથી તેમણે અનેક પડકારોનો સામનો કર્યો છે. પરંતુ તેઓ લોકોના જીવનને સારું બનાવવા માટે ઈમાનદારી પૂર્વકના કરવામાં આવેલા પોતાના કામથી સંતુષ્ટ છે.

    બીજી તરફ, કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવાની રેસમાં પણ બીજેપીના કેટલાક નેતાઓના નામ સામે આવ્યા છે. તેમાં પ્રહલાદ જોશી, બીએલ સંતોષ, સીટી રવિ, મુરુએશ આર નિરાની, બાસવરાજ બોમ્મઈ, અરવિંદ બેલાડ અને બાસનગૌડા પાટિલ યતનાલ મુખ્ય છે.

    આ પણ વાંચો, Kargil Vijay Diwas 2021: PMમોદીની શહીદોને શ્રદ્ધાંજલિ, કહ્યુ- જવાનોની બહાદુરી પ્રેરિત કરતી રહેશે


    યેદિયુરપ્પાના પદથી હટવાના અહેવાલ સામે આવતાં જ કર્ણાટકના સૌથી મોટા સમુદાય લિંગાયતે તેમનો સંપર્ક સાધેલો હતો. રાજ્યમાં લગભગ 17 વસ્તી લિંગાયત સમુદાયની છે. તેમાં બીજેપી અને યેદિયુરપ્પાના પાકા સમર્થક સામેલ છે. સમુદાય રાજ્યની 224 વિધાનસભા બેઠકોમાંથી 90-100 બેઠકોના પરિણામ નિર્ધારિત કરી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: