'સાહેબ મને પકડી લો', 'મે નશબંધી કરાવી તોએ બીજો પુત્ર આવ્યો, પત્ની અને બે બાળકોને પતાવી દીધા'

પતિએ પત્ની અને બે બાળકોની હત્યા કરી

સંબંધીઓનો આરોપ છે કે, રાજેશને તેની ભાભી સાથે ગેરકાયદેસર સંબંધો હતા. એટલા માટે તેણે તેની પત્ની અને બાળકોને મારી નાખ્યા.

 • Share this:
  કુશીનગર : યુપીના કુશીનગરમાં એક માથાના ફરેલા વ્યક્તિએ ગેરકાયદે સંબંધોની શંકામાં ગળુ કાપીને તેની પત્ની અને બે પુત્રોની હત્યા કરી હતી. રાત્રી દરમિયાન જ્યારે બધા સૂતા હતા, ત્યારે હત્યારા પતિએ આ ઘટનાને અંજામ આપ્યો. રાત્રે તેની હત્યા કર્યા પછી, તે લગભગ 5 કિમી દૂર જાતે ચાલી તુર્કપટ્ટી પોલીસ સ્ટેશન પહોંચ્યો, અને સમગ્ર ઘટનાની માહિતી આપવાની સાથે તેણે લોહીથી ખરડાયેલું હથિયાર પણ પોલીસને બતાવ્યું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. બાદમાં જ્યારે પોલીસકર્મીઓ યુવકના ઘરે ગયા ત્યારે મહિલા અને બે બાળકોના મૃતદેહ ઘરમાં પડેલા હતા. પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

  તુર્કપટ્ટી પોલીસ સ્ટેશન ભલુહી ગામનો રહેવાસી 34 વર્ષનો રાજેશ ગુપ્તા દરજીનું કામ કરે છે. રાજેશ તેના ત્રણ ભાઈઓથી અલગ રહે છે. રાજેશનો મોટો ભાઈ દુબઈમાં રહે છે, પરંતુ આ સમયે ઘરે આવ્યો છે. નાનો ભાઈ જીતેન્દ્ર તેની પત્ની અને બાળકો સાથે ચંદીગઢમાં રહે છે. આઠ વર્ષ પહેલા રાજેશના લગ્ન 30 વર્ષીય નિક્કી સાથે થયા હતા. લગ્ન પછી, તેને બે પુત્રો હતા, 7 વર્ષનો શિવમ અને 3 વર્ષનો આયુષ. રાજેશ વારંવાર તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેના કારણે બંને વચ્ચે અવારનવાર વિવાદ ચાલતો હતો.

  પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ ગુનો કબૂલ્યો

  સોમવારે રાત્રે તે ઘરમાં ચિકન લાવ્યો હતો. તેણે જાતે ચિકન બનાવ્યું અને તેને તેની પત્ની અને બાળકોને ખવડાવ્યું. જ્યારે રાત્રે ત્રણેય ઊંઘી ગયા, ત્યારે તેણે તીક્ષ્ણ હથિયારથી તેમનું ગળું કાપી નાખ્યું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ રાજેશ આશરે 5 કિમી દૂર તુર્કપટ્ટી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે તેની પત્નીએ સોય લગાવડાવી તેને નપુંસક બનાવી દીધો છે. નાનો દીકરો મારો નથી, તેથી બધાને પતાવી દીધા.

  આ પણ વાંચોબનાસકાંઠા : દાતીવાડા યુવતી આત્મહત્યા મામલે નીકળ્યું ગજબ રહસ્ય, મોબાઈલ ચેક કરતા થયો ઘટસ્ફોટ

  આ ઘટનાને લઈને ગામમાં જાત-જાતની ચર્ચાઓ થઈ રહી છે. મૃતક નિક્કીના સંબંધીઓનો આરોપ છે કે, રાજેશને તેની ભાભી સાથે ગેરકાયદેસર સંબંધો હતા. એટલા માટે તેણે તેની પત્ની અને બાળકોને મારી નાખ્યા. એસએચઓ આનંદ ગુપ્તાએ જણાવ્યું કે, રાજેશ પોતે પોલીસ સ્ટેશન આવીને પોતાનો ગુનો કબૂલી ચૂક્યો છે. પોલીસ ઘટનાના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.
  Published by:kiran mehta
  First published: