મહિલાને ઘેરીને લાકડીઓથી ફટકારી, પીડિતાએ બહાદુરથી કર્યો મુકાબલો, સામે આવ્યો VIDEO

મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા (Video social media)પર ઘણો વાયરલ થઇ રહ્યો છે

Viral Video - વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કોઇ વાતને લઇને વિવાદ થતા એક ટ્રેક્ટર ચાલક મહિલા સહિત તેના પરિવાર પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે

  • Share this:
    જોધપુર : રાજસ્થાનના (Rajasthan)જોધપુરમાં (Jodhpur)કેટલાક લોકોએ એક મહિલાને ઘેરીને લાડકીઓથી પીટાઇ (Woman Beaten) કરી હતી. મારપીટ દરમિયાન મહિલા બહાદુરીથી હુમલાવરોનો મુકાબલો કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન મહિલા પર ટ્રેક્ટર ચડાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા (Video social media)પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોધપુરના ફલૌદી વિસ્તારનો બતાવવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક યુવક ખેતરમાં મહિલાને લાકડીઓથી પીટતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા (social media)પર આ બદમાશની હરકત પર મહિલાને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી રહી છે.

    વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કોઇ વાતને લઇને વિવાદ થતા એક ટ્રેક્ટર ચાલક મહિલા સહિત તેના પરિવાર પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જોકે આ મહિલા ટ્રેક્ટર ચાલકથી ડરતી નથી તે ટ્રેક્ટર ચાલક ભાગી જાય છે. જોકે થોડા આગળ જઈને ફરી ટ્રેક્ટર પાછું વાળીને લાવે છે. આ પછી ફરી મહિલા અને તેના પરિવાર પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કરે છે.

    આ પણ વાંચો - વરરાજા કાર લઇને લગ્ન કરવા જતા હતા, રસ્તામાં કાર સળગી ઉઠી અને પછી...

    મહિલાના માથામાં અને પગ પર લાકડીઓથી પ્રહાર કર્યો

    હાથમાં લાકડી લઇને કેટલાક લોકો ભાગતા પણ જોવા મળે છે. આ પછી તે મહિલા સાથે મારપીટ કરવા લાગે છે. જોકે મહિલા પણ તેમનો હિંમતથી સામનો કરે છે. આ દરમિયાન એક વ્યક્તિ મહિલાના માથા પર લાકડી મારે છે. જ્યારે બીજો વ્યક્તિ તેના પગમાં લાકડી મારે છે. જોકે મહિલા આમ છતા હિંમત હારતી નથી. તે મુકાબલો કરીને બધાને ભાગવા મજબૂર કરે છે.


    રસ્તાને લઇને થયો હતો વિવાદ

    આ વાયરલ વીડિયો જોધપુરના ફલૌદીના શ્રીલક્ષ્મણ નગરના ગામ શ્રીકૃષ્ણ નગરનો બતાવવામાં આવી રહ્યો છે. આ સાથે એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બન્ને પક્ષોમાં આ વિવાદ ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા રસ્તાને લઇને થયો હતો. આ વાયરલ વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં અલગ-અલગ કોમેન્ટો આવી રહી છે.

    આ પણ વાંચો - રુવાંટા ઉભા કરી દે તેવો અકસ્માતનો Live Video, કારને 50 મીટર સુધી ઢસડીને લઇ ગયો ટ્રક ડ્રાઇવર

    આ વીડિયોને લઇને પોલીસે હજુ સુધી કોઇ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ મામલાને લઇને પોલીસ સ્ટેશન સુધી કોઇ પક્ષ પહોંચ્યો નથી. જોકે સોશિયલ મીડિયામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

    (Disclaimer: News18 આ વાયરલ વીડિયોની પૃષ્ટી કરતું નથી.)
    Published by:Ashish Goyal
    First published: