સંજય કુમાર, પટના. મિત્રોની સાથે ફરવા ગયેલા યુવકની હત્યા થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે યુવકની હત્યા (Murder)ના મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. યુવકની હત્યા પર પરિજનોએ દોસ્તો ઉપર જ શક વ્યક્ત કર્યો હતો. પોલીસ (Police) આરોપીની પૂછપરછ કરીને હત્યાના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. ઘરના જુવાનજોધ દીકરાની હત્યા થવાથી પરિજનોને ઘેરો આઘાત લાગ્યો છે.
મળતી જાણકારી મુજબ, પોલીસને પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારીથી એક યુવકની લાશ મળી હતી. તપાસ બાદ મૃતકની ઓળખ હોમગાર્ડ જવાનના દીકરા રામબાબૂ તરીકે થઈ હતી. આ મામલામાં સચિવાલય ડીએસપીનું કહેવું છે કે હત્યાના કારણો જાણવા માટે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે, મૃતક રામબાબુ પટનાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનની હદમાંથી 30 જાન્યુઆરીએ ગુમ થઈ ગયો હતો. જ્યારે તે ઘરે પરત ન ફર્યો તો પરિજનોએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે તે દોસ્તોની સાથે સોનપુર ગયો હતો.. ત્યારબાદથી પરત નથી ફર્યો. આ મામલામાં પોલીસે તપાસ બાદ 3 લોકોની ધરપકડ કરી છે. ત્યારબાદ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો થયો છે. હાલ ધરપકડ કરાયેલા આરોપીઓએ આપેલી માહિતીના આધારે રામબાબૂની લાશને શોધી તેનું પોસ્ટમોર્ટમ કરાવીને ઘરવાળાને સોંપવામાં આવી છે.
યુવકના ઘરવાળાઓની સ્થિતિ ઘણી ખરાબ છે. તે યુવકના દોસ્તોને હત્યા માટે કારણભૂત ઠેરવી રહ્યા છે. સમગ્ર હત્યાકાંડ દોસ્તો સાથે જોડાયેલો છે અને યુવકની હત્યા દોસ્તોએ મળીને કરી છે. હાલ પોલીસ હત્યાના કારણો અંગે તપાસ કરી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર