Home /News /national-international /બોયફ્રેન્ડ સાથે વાત કરી હતી પત્ની, પતિએ પહેલા ગળું દબાવ્યું અને પછી ઝાડીઓમાં સળગાવી દીધી લાશ

બોયફ્રેન્ડ સાથે વાત કરી હતી પત્ની, પતિએ પહેલા ગળું દબાવ્યું અને પછી ઝાડીઓમાં સળગાવી દીધી લાશ

આરોપી ડૉક્ટર પતિએ તપાસને ગેરમાર્ગે દોરવા અજમાવી તરકીબ, પણ પોલીસે આ રીતે ફોડી દીધો ભાંડો

આરોપી ડૉક્ટર પતિએ તપાસને ગેરમાર્ગે દોરવા અજમાવી તરકીબ, પણ પોલીસે આ રીતે ફોડી દીધો ભાંડો

સુશીલ કૌશિક, ગ્વાલિયરઃ પત્નીના ચરિત્ર પર ડૉક્ટર પતિને એટલો શક ગયો કે તેણે પોતાની પત્નીનું ગળું દબાવીને મારી નાખી અને બાદમાં લાશને ઝાડીઓમાં લઈને આગ લગાવી દીધી. પતિનું કહેવું છે કે પત્ની પોતાના બોયફ્રેન્ડ સાથે સતત વાત કરતી હતી. પહેલા તો તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ જ્યારે પોલીસે પુરાવા બતાવ્યા તો તેને ગુનો કબૂલ કરી દીધો.

સરકારી વિભાગમાં અધિકારી તરીકે કામ કરતી સૂર્યા સિંહની ક્રૂર હત્યાનો મામલો પોલીસે ઉકેલી દીધો છે. પોલીસે જણાવ્યું કે સૂર્યાના પતિ ડૉ. સંજય સિંહને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હતી, જેના કારણે સંજયે સૂર્યાને મોતને ઘાટ ઉતારી દીધી. પૂછપરછ બાદ પતિએ ગુનો કબૂલ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે 30 વર્ષીય સૂર્યા ઘરેથી ઓફિસ જવા માટે નીકળી હતી, પરંતુ મોડી સાંજ સુધી તે પરત ફરી નહોતી. ઘણા લાંબી રાહ જોયા બાદ તેમના પતિએ પોલીસમાં રિપોર્ટમાં નોંધાવ્યો. શનિવાર બપોરે કલેક્ટ્રેટ રોડ પર મેટ્રો ટાવરની પાસે એક અડધી સળગેલી લાશ મળી. પરિવારે પતિ સંજય અને તેમના સગાવહાલાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

ઝાડીઓમાં ફેંકી હતી પત્નીની લાશ

શનિવારે મેટ્રો ટાવરની પાસે ઝાડીઓમાં મહિલાની લાશ મળી હતી. મરનારનો ચહેરો બળેલો હતો, પરંતુ તેણે સોનાની ચેન અને અંગુઠી પહેરેલી હતી. લાશની ઓળખ માટે પતિને બોલાવવામાં આવ્યો, પરંતુ તેણે પત્ની સૂર્યાને ઓળખવાની સ્પષ્ટ ના પાડી દીધી.

આ પણ વાંચો, થાઇલેન્ડના આ ગામમાં ભૂતનો ડર, પુરુષો પહેરવા લાગ્યા મહિલાઓના કપડા

બહેને સૂર્યાની કરી ઓળખ

પોલીસે સૂર્યાના પિયરના લોકોને બોલાવ્યા અને ઓળખ કરાવી ત્યારે તેની ઓળખ થઈ શકી. સૂર્યાની બહેન અનામિકાએ અંગુઠી અને સોનાની ચેનના આધારે બહેનની ઓળખ કરી. અનામિકાએ જણાવ્યું કે સૂર્યાના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા, 25 લાખનું દહેજ આપ્યું હતું, પરંતુ બીજું 25 લાખનું દહેજ આપવા માટે સૂર્યા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે દહેજ ન મળ્યું તો સંજય અને સગાવહાલાએ મળીને સૂર્યાની હત્યા કરી દીધી.

આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરી

આરોપ છે કે શુક્રવારે આરોપી ડૉક્ટર સંજયે પત્ની સૂર્યાનું ગળું દબાવીને હત્યા કરી હતી. 24 કલાક લાશ ઘરમાં રાખી અને શનિવારે વહેલી પરોઢે લાશને બોરીમાં ભરીને સ્કૂટર પર મેટ્રો ટાવર પાસે ફેંકી દીધી અને આગ ચાંપી દીધી. લાશની પાસે સોનાના ઘરેણા જોઈ પોલીસને કોઈ નજીકની વ્યક્તિ દ્વારા હત્યા કરી હોવાની શંકા ગઈ. સંજય સાથેની પૂછપરછમાં તે ગેરમાર્ગે દોરતો રહ્યો પરંતુ CCTVમાં સંજય સ્કૂટર પર બોરી લઈને જતો જોવા મળ્યો તો પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધી.

આ પણ વાંચો, હેવાનિયત! 13 વર્ષની કિશોરી સાથે 3 દિવસ સુધી 9 લોકોએ આચર્યું દુષ્કર્મ

બોયફ્રેન્ડ સાથે વાત કરતી જોઈને ગુસ્સે ભરાયેલા પતિએ કરી હત્યા

સંજય અને સૂર્યાના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા. લગ્ન બાદથી જ બંને વચ્ચે ઝઘડા ચાલુ થયા હતા. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હતી. તે બોયફ્રેન્ડ સાથે વાત કરતી પકડાઈ ગઈ હતી. આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો, અને ગુસ્સામાં ગળું દબાવીને સૂર્યાની હત્યા કરી દીધી હતી.
First published:

Tags: Crime news, Crime Report, Dowry, Gwalior, Investigation, Madhya pradesh, અફેર, ગુનો, પોલીસ, સીસીટીવી, હત્યા