chhattisgarh : ઘનશ્યામ તેની પત્ની રાજકુમારી સાથે ઝઘડો કરતો હતો. ઘનશ્યામ તેની પત્ની રાજકુમારી અને બાળકો સાથે કોઈ પૂજા કાર્યક્રમ માટે તેના સાસરે ગયો હતો. અહીં તેની પત્નીના પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાંથી (Durg District) એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં આરોપી પતિએ પત્નીનું (Husband Killed his Wife) ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી આરોપીએ પત્નીની હત્યાને આત્મહત્યા (Suicide) બનાવવાના પ્રયાસો પણ કર્યા હતા. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિએ તેની લાશને ફાંસીથી લટકાવી દીધી અને આત્મહત્યાનું નાટક કરવા લાગ્યો. જોકે પોલીસને પહેલાથી જ પતિ પર શંકા હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. મામલો દુર્ગ જિલ્લાના પાટણના બોરેંડા ગામનો છે. પોલીસે (Durg Police) આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે આ ઘટના 17 મેના રોજ બની હતી. આરોપીનું નામ ઘનશ્યામ યદુ છે.
ઝઘડો બન્યો ખૂની ખેલનું કારણ
ઘનશ્યામ તેની પત્ની રાજકુમારી સાથે ઝઘડો કરતો હતો. ઘનશ્યામ તેની પત્ની રાજકુમારી અને બાળકો સાથે કોઈ પૂજા કાર્યક્રમ માટે તેના સાસરે ગયો હતો. અહીં તેની પત્નીના પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાને લઈને બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ હતી. આ બાબતે ઘનશ્યામ નારાજ પણ હતો. આ સાથે જ તેની પત્ની સાથે પણ આ જ વાતને લઈને ઝઘડો થયો હતો. 17 મેના રોજ પણ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.
વિવાદ બાદ ઘનશ્યામે ગુસ્સામાં તેની પત્ની રાજકુમારીનું ગળું દબાવી દીધું હતું. પત્ની રાજકુમારીનું ગળું દબાવવાથી મોત થયું હતું. પત્નીના મૃત્યુ બાદ આરોપી પતિ ઘનશ્યામે તેને આપઘાતનું સ્વરૂપ આપી દીધું હતું. આ માટે આરોપી ઘનશ્યામ દ્વારા પત્નીની લાશને ફાંસીના ગાળિયા સાથે લટકાવી દેવામાં આવી હતી.
જોકે પોલીસને પહેલાથી જ ઘનશ્યામ પર શંકા હતી. આ પછી પોલીસે ઘનશ્યામની કડક પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે આરોપી ઘનશ્યામને કસ્ટડીમાં લીધો છે. નોંધનીય છે કે, દુર્ગ જિલ્લામાં એક સપ્તાહની અંદર બનેલી બે ઘટનાઓમાં માત્ર પરસ્પર સંબંધો જ કલંકિત થયા છે. જેમાં એક કિસ્સામાં માતા-પુત્રએ મળીને પોતાના જ બાળકની હત્યા કરી નાંખી હતી. બીજા કિસ્સામાં પતિ જ પત્નીનો હત્યારો હોવાનું બહાર આવ્યું છે. હાલ બંને કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની સામે હત્યાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર