લૉકડાઉનમાં ભાઈ-બહેને કરી કમાલ, 2100 પાનાની રામાયણ લખી નાખી

લૉકડાઉનમાં ભાઈ-બહેને કરી કમાલ, 2100 પાનાની રામાયણ લખી નાખી
લૉકડાઉનમાં ભાઈ-બહેને કરી કમાલ, 2100 પાનાની રામાયણ લખી નાખી

દૂરદર્શન પર રામાયણ જોઈને માત્ર 8 અને 9 વર્ષના ભાઈ-બહેનને રામાયણ લખવાની પ્રેરણા મળી

 • Share this:
  જયપુર : જે ઉંમરે બાળકો 2 પાનાનું હોમવર્ક કરવા બહાના બનાવે છે, તે ઉંમરે રાજસ્થાનનાં બે બાળકોએ 2100 પાનાની આખી રામાયણ લખી નાખી છે. કોરોના વાયરસને કારણે ગયા વર્ષે જ્યારથી લૉકડાઉન લાગ્યું હતું, ત્યારથી દરેક લોકો પોતાના ઘરોમાં બંધ રહેવા માટે મજબૂર થઈ ગયા હતા. આ દરમિયાન લોકોએ દૂરદર્શન પર પ્રસારિત થનારી રામાયણ જોઈ હતી. આ દરમિયાન રાજસ્થાનના બે બાળકો આ રામાયણ જોઈને એટલા પ્રભાવિત થયા કે લૉકડાઉનના સમયમાં તેમણે આખી રામાયણ લખી નાખી હતી.

  2020માં કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ થઈ ગઈ હતી અને બાળકો પણ ઘરમાં જ રહેવા મજબૂર બન્યાં હતા. ત્યારે રાજસ્થાનના લાજૌરમાં ત્રીજા અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતા બે ભાઈ-બહેન માધવ જોશી અને અર્ચના જોશીએ 2100 પાનાની રામાયણ જાતે લખી નાખી હતી. માધવ અને અર્ચનાએ આ સંપૂર્ણ રામાયણ પેન અને પેન્સિલથી લખી છે. રામાયણ લખતાં-લખતાં તેમની 20 નોટ ભરાઈ ગઈ. ત્યારે જઈને તેમની 2100 પાનાની રામાયણ તૈયાર થઈ હતી.  આ પણ વાંચો - Kisan Andolan: કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- ઓક્ટોબર પહેલા ખતમ નહીં થાય આંદોલન

  બંને બાળકોએ સાત ભાગમાં રામાયણ પૂરી કરી છે. રામચરિતમાનસ સાત કાંડમાં રચાયેલું છે. માધવ અને અર્ચનાએ પોતાની નોટમાં સાતેય કાંડને પેન-પેન્સિલથી લખ્યા છે. આ સાત કાંડ બાલ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ અને ઉત્તર કાંડ છે. તેમાં માધવે 14 નોટમાં બાલ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ અને ઉત્તર કાંડ લખ્યા છે. તેમજ નાની બહેન અર્ચનાએ 6 નોટમાં કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ લખ્યા છે. માધવ અને અર્ચનાને કોરોનામાં દૂરદર્શન પર પ્રસારિત રામાયણ જોઈને રામાયણ વાંચવાની ઈચ્છા થઈ હતી અને તેમને આ પ્રેરણા મળી હતી.

  પહેલા પરિવાર સાથે અને પછી બંને ભાઈ બહેને એકલા શ્રી રામચરિતમાનસ ત્રણ વાર વાંચી હતી. આ દરમિયાન તેમના પિતા સંદીપ જોશીના પ્રોત્સાહનથી તેમનામાં રામાયણ લખવાની ઈચ્છા જાગૃત થઈ. આ બંને બાળકો જાલૌરમાં આદર્શ વિદ્યા મંદિર વિદ્યાલયમાં ભણે છે. અર્ચના ત્રીજા ધોરણમાં ભણે છે, તેમજ માધવ ચોથા ધોરણનો વિદ્યાર્થી છે. તેમને રામાયણની સંપૂર્ણ જાણકારી છે. બંને બાળકોને રામચરિતમાનસના દોહા, છંદ, ચોપાઈઓ કેટલી છે તે પણ યાદ રહી ગયા છે.
  Published by:Ashish Goyal
  First published:February 02, 2021, 18:54 pm

  ટૉપ ન્યૂઝ